ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી

  • ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી
    ટેક્સી ડ્રાઈવરની સૂઝબૂઝની દાદ દેવી પડે, સોશિયલ મીડિયા પર ફોટો જોઈને અપહરણ થતી બાળકીને બચાવી

સુરતના વરાછામાં ગઈકાલે અપહરણ કરાયેલી બાળકી ગણતરીના કલાકોમાં મળી આવી હતી. એક માનસિક અસ્થિર મહિલા બાળકીને ઉપાડીને લઈ ગઈ હતી તેવું સીસીટીવીમાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે. તો બીજી તરફ, ભૂંસાવળ ના એક ટેક્સી ડ્રાઈવરને કારણે પોલીસ બાળકી સુધી પહોંચી શકી હતી. સોશિયલ મીડિયા પર મેસેજ જોયા બાદ તેની નજર મહિલા પર પડી હતી. આમ, બાળકી મળી આવી હતી. ગઈકાલે સુરતના વરાછા વિસ્તારમાં આ બનાવ બન્યો હતો. મૂળ મહેસાણાનો પપ્પુ ધનજી દેવીપૂજક સુરતના વરાછા વિસ્તારમાં ભંગારની ફેરી મારે છે. તે તેની પત્ની સુશીલા, પુત્ર રવિ અને 3 વર્ષની પૂજા સાથે રસ્તા પાસે આવેલ ફૂટપાથ પર સૂતા હતા. ત્યારે સવારે 4.30 થી 5 વાગ્યાના અરસામાં કોઈ તેમની દીકરી ઉપાડીને ભાગી ગયું હતું. પરિવારજનોએ ભારે શોધખોળ કરી હતી, પણ માસુમ દીકરીનો કોઈ અત્તોપત્તો લાગ્યો ન હતો. ત્યારે તેઓએ વરાછા પોલીસને જાણ કરી હતી. પોલીસે આ મામલે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી, ત્યારે પોલીસ સ્ટેશન પાસે એક મહિલા બાળકીને લઈ જતી દેખાઈ હતી. સીસીટીવીમાં સ્પષ્ટ થયું હતું કે, મહિલા બાળકીને ટ્રેન દ્વારા લઈ ગઈ હતી. આ મહિલા માનસિક રીતે અસ્વસ્થ જણાતી હતી.