સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ

  • સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ
    સરકારી નોકરીનાં નામે સુરતમાં મસમોટુ કૌભાંડ? બંટી બબલીની પોલીસે કરી ધરપકડ

સુરત : પોતાની ઓળખ નાયબ કલેકટર અને પત્નીની સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં સરકારી નોકરી હોવાનું કહી અન્ય યુવાનને સરકારી નોકરી અપાવવાનું બહાનું કાઢી રૂ 8 લાખ પડાવી લેનાર બનટી બબલીની જોડીને કાપોદ્રા પોલીસે ઝડપી પાડી હતી. અગાઉ પણ આ પ્રકારનાં કૌભાંડ આચર્યા છે કે કેમ તે અંગે તપાસ ચાલુ કરી છે. જો કે આ મામલે હજી પણ વધારે લોકો છેતરાયા હોય તેવી શક્યતા પોલીસ સેવી રહી છે.

 

સુરત ના એ.કે રોડ વિસ્તારમાં આવેલી સૌરાષ્ટ્ર સોસાયટીમાં રહેતા પરસોતમ વાઘાણીની મુલાકાત વર્ષ 2018 માં શૈલેષ અને અંજુ પટેલ સાથે થઈ હતી. દરમિયાન શૈલેષે પોતાની ઓળખ નાયબ કલેક્ટ અને પત્નીની ઓળખ સેન્ટ્રલ ગવર્મેન્ટ હેલ્થ સેન્ટરમાં નોકરી હોવાનું જણાવ્યું હતું. આ દંપતીએ પોતાની ગાંધીનગરમાં સારી ઓળખાણ હોવાનું કહી પરસોતમભાઈને વિશ્વાસમાં લીધા હતા.