વિકાસ દર ઘટતા હાહાકાર, પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- 'અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક'

  • વિકાસ દર ઘટતા હાહાકાર, પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- 'અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક'
    વિકાસ દર ઘટતા હાહાકાર, પૂર્વ PM મનમોહન સિંહે કહ્યું- 'અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક'

નવી દિલ્હી: ભારતીય અર્થવ્યવસ્થા માટે ચિંતાજનક સમાચાર આવ્યાં છે. બીજા ત્રિમાસિકમાં વિકાસ દર (GDP) ઘટીને સાવ 4.5% પર પહોંચી ગયો છે. ઘટતા વિકાસ દર પર મહાન અર્થશાસ્ત્રી અને પૂર્વ વડાપ્રધાન ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે આપણી અર્થવ્યવસ્થાની સ્થિતિ ચિંતાજનક સ્થિતિમાં પહોંચી ગઈ છે. તેમણે કહ્યું કે આપણા સમાજની સ્થિતિ વધુ ચિંતાજનક છે. તેમણે કહ્યું કે આપણે આપણી અર્થવ્યવસ્થામાં વર્તમાન ભયને ખતમ કરવાનો રહેશે. એવો આત્મવિશ્વાસ પેદા કરવાની જરૂર છે કે આપણી અર્થવ્યવસ્થા 8%ની ઝડપથી વધશે. અર્થવ્યવસ્થાની સ્થિતિ આપણા સમાજની સ્થિતિનું પ્રતિબિંબ છે. હાલ સામાજિક ભરોસાના તાણા-વાણા તૂટી ગયા છે જેને તાકીદે જોડવાની જરૂર છે.   ડોક્ટર મનમોહન સિંહે કહ્યું કે આજે બહાર પડેલા જીડીપીના આંકડા દર્શાવે છે કે વિકાસ દર ઘટીને 4.5% થઈ ગયો છે. જે સ્પષ્ટ રીતે નામંજૂર છે. આપણા દેશને 8-9 ટકા વિકાસ દરની આશા હતી. પહેલા ત્રિમાસિકમાં જીડીપી ગ્રોથ 5 ટકાના આંકડાથી સરકીને બીજા ત્રિમાસિકમાં 4.5% થઈ ગયો છે જે ચિંતાજનક વાત છે. ફક્ત આર્થિક નીતિઓમાં ફેરફારથી અર્થવ્યવસ્થાની ગાડી પાટા પર આવશે નહીં. આ અગાઉ કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ કહ્યું કે અસફળ મોદીનોમિક્સ અને પકોડા ઈકોનોમિક્સ વિઝને ભારતીય અર્થવ્યવસ્થાને ઊંડી આર્થિક મંદીમાં ડૂબોડી દીધી છે.