ઉદ્ધવ સરકારે સાબિત કર્યો બહુમત, 169 ધારાસભ્યોએ આપ્યું સમર્થન

  •  ઉદ્ધવ સરકારે સાબિત કર્યો બહુમત, 169 ધારાસભ્યોએ આપ્યું સમર્થન
    ઉદ્ધવ સરકારે સાબિત કર્યો બહુમત, 169 ધારાસભ્યોએ આપ્યું સમર્થન

મુંબઇ: 2 વાગે શરૂ થયેલી કાર્યવાહીમાં વિપક્ષે ભારે હંગામા અને સદનથી ભાજપ અને તેના ઘટક દળોના વોકઆઉટ વચ્ચે ઉદ્ધવ ઠાકરે સરકારે સદનમાં બહુમત સિદ્ધ કરી દીધો. સદનમાં 169 ધારાસભ્યોએ ઉદ્ધવ સરકારના પક્ષમાં મતદાન કર્યું, જ્યારે વિરોધમાં 0 વોટ મળ્યા. આ ઉપરાંત 4 મત તટસ્થ હતા. એટલે કે તેમણે કોઇનું સમર્થન ન કર્યું. તેમાં 2 AIMIM, 1 CPM જ્યારે એક ધારાસભ્ય મનસેના હતા. આ પ્રકારે ઉદ્ધવ ઠાકરેની સરકારે સદનમાં બહુમત સાબિત કર્યો. મહારાષ્ટ્ર (Maharashtra) વિધાનસભામાં બપોરે 2 વાગે સદનની કાર્યવાહી શરૂ થઇ ગઇ. સદનની કાર્યવાહી શરૂ થતાં જ હંગામો થયો. પૂર્વ સીએમ દેવેન્દ્ર ફડણવીસે વિધાનસભા અધિવેશન પર સવાલ ઉઠાવ્યા. હંગામા વચ્ચે ઉદ્ધવ ઠાકરેએ પ્રોટેમ સ્પીકરના આદેશ બાદ સરકાર કેબિનેટમાં શપથ લઇ ચૂકેલા મંત્રીઓનો પહેલા પરિચય કરાવ્યો, પરંતુ હંગામો શરૂ થયો.  આ દરમિયાન રાજ્યના પૂર્વ સીએમ અશોક ચૌહાણે વિધાનસભામાં વિશ્વાસ મતનો પ્રસ્તાવ રજૂ કર્યો. અને ત્યારબાદ એનસીપી નેતા નવાબ મલિક ઉપરાંત સુનીલ પ્રભુ, જયંત પાટિલે વિશ્વાસના પ્રસ્તાવનું અનુમોદન કર્યું. ત્યારબાદ સદનમાં વોટિંગ શરૂ થયું. જેમાં ઉદ્ધવ સરકારે બહુમત સાબિત કર્યો, ઉદ્ધવ સરકારને 169 ધારાસભ્યોનું સમર્થન પ્રાપ્ત થયું છે. પરંતુ વિપક્ષે ભારે હંગામો કર્યો. ભાજપ ધારાસભ્યોએ વિધસ્વરૂપ સદનમાંથી વોકઆઉટ કરી દીધું. સદન બહાર ફડણવીસે મીડિયાને કહ્યું કે નિયમો વિરૂદ્ધ વિધાનસભાનું સત્ર બોલાવવામાં આવ્યું છે. વિધાનસભામાં નિયમોને નેવે મુકી દેવામાં આવ્યા છે. તેમણે સદનમાં એ પણ કહ્યું કે શપથ ગ્રહણ દરમિયાન મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે અને તેમના મંત્રીઓને અલગ-અલગ નામોનો ઉલ્લેખ પણ કર્યો, જોકે નિયમો વિરૂદ્ધ છે. એવામાં તેમનું શપથ ગ્રહણ માન્ય નથી અને સદનમાં તેમનો પરિચર કરાવવો ખોટું છે.