સરકારનો નિર્ણય, 1 ડિસેમ્બરથી નહીં થાય નિયમ લાગું 15 ડિસેમ્બરથી થશે લાગું

  • સરકારનો નિર્ણય, 1 ડિસેમ્બરથી નહીં થાય નિયમ લાગું 15 ડિસેમ્બરથી થશે લાગું
    સરકારનો નિર્ણય, 1 ડિસેમ્બરથી નહીં થાય નિયમ લાગું 15 ડિસેમ્બરથી થશે લાગું

નવી દિલ્હી : નેશનલ હાઇવેના ટોલ પ્લાઝા ઉપર 1 ડિસેમ્બરથી ફાસ્ટેગના ઉપયોગને લઈને કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કરતા તેને 15 દિવસ માટે આગળ વધારવાનો નિર્ણય કર્યો છે. સરકારના આ નિર્ણય પછી હવે 15 ડિસેમ્બર 2019થી ટોલ પ્લાઝાથી પસાર થનાર ગાડીઓ માટે ફાસ્ટેગ ફરજીયાત રહેશે. સરકારના આ નિર્ણયથી એ લોકોને રાહત મળી છે, જેમણે હજુ સુધી પોતાની ગાડી પર ફાસ્ટેગ લગાવ્યું નથી.શુક્રવારે પરિવહન અને રાષ્ટ્રીય રાજમાર્ગ મંત્રાલયે આ સંબંધમાં એક નોટિફિકેશન જાહેર કરીને જાણકારી આપી હતી.