રાજ્યમાં આગામી 5 દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની સંભાવના

  • રાજ્યમાં આગામી 5 દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની સંભાવના
    રાજ્યમાં આગામી 5 દિવસમાં આવશે વાતાવરણમાં પલટો, કમોસમી વરસાદની સંભાવના

અમદાવાદઃ દક્ષિણ-પૂર્વ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી લો પ્રેશર સિસ્ટમના કારણે આગામી ત્રણ-ચાર દિવસમાં રાજ્યના વાતાવરણમાં પલટો આવે તેવી સંભાવના છે. આ ઉપરાંત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સનાકારણે પશ્ચિમ હિમાલય પર્વતમાળાના વિસ્તારોમાં પણ આગામી દિવસોમાં વરસાદ પડવાની સંભવના હવામાન ખાતાએ વ્યક્ત કરી છે. જેની સીધી અસર ઉત્તરનાં પવનો દ્વારા ગુજરાત પર થવાની સંભાવના છે. હાલ અફઘાનિસ્તાનમાં આ સિસ્ટમ સર્જાઈ છે, જેના કારણે ઉત્તરમાં ઠંડા પવનો ફૂંકાવાનું શરૂ થયું છે. જેની સીધી અસર ઉત્તરાખંડ, પશ્ચિમ રાજસ્થાન અને બિહારમાં થવાની છે. દક્ષિણ પશ્ચિમ અરબી સમુદ્રમાં સક્રિય થયેલી સિસ્ટમના કારણે આગામી બે-ત્રણ દિવસમાં તમિલનાડુ, પુડ્ડુચેરી અને કરાઈકકાલ વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. આ સિસ્ટમ આગળ વધતાં ગુજરાતના પણ વાતાવરણમાં પલટો લાવશે.