ગુજરાતના આ લંપટ યુવાનનો વીડિયો જોઇ તમને થશે સાચે જ યુવતીઓ સુરક્ષીત નથી!

  • ગુજરાતના આ લંપટ યુવાનનો વીડિયો જોઇ તમને થશે સાચે જ યુવતીઓ સુરક્ષીત નથી!
    ગુજરાતના આ લંપટ યુવાનનો વીડિયો જોઇ તમને થશે સાચે જ યુવતીઓ સુરક્ષીત નથી!

અમદાવાદ : હાલમાં જ સગીરાઓ અને યુવતીઓ પર બળાત્કારની એક પછી એક ઘટનાઓનાં કારણે ગુજરાત બદનામ થયું છે. વડોદરા અને રાજકોટની ઘટનાઓ થઇ છે પરંતુ તેની પાછળનું કારણ અને તેનાં મુળ સુધી જવાની જરૂર છે. આવી ઘટનાઓની શરૂઆત હંમેશા નાનકડી છેડતીઓથી થતી હોય છે. હાલ સમગ્ર ગુજરાતમાં યુવતીઓની સુરક્ષાનો મુદ્દો ચર્ચાનો વિષય બનેલો છે ત્યારે એક અત્યંત ચોંકાવનારો વીડિયો સામે આવ્યો છે. આ વીડિયો જોઇને ન સામાન્ય માણસ હાલનાં યુવાનોની માનસિક સ્થિતી પર દયા આવશે પરંતુ ચિંતા પણ થશે. હાલમાં જ સોશિયલ મીડિયામાં એક વીડિયો વાઇરલ થઇ રહ્યો છે જેમાં યુવતીની છેડતી બાદ યુવતી અને યુવાન સાથે બોલાચાલી કરી રહી છે. જેમાં યુવતી યુવકને ધમકાવી રહી છે. જો કે આ યુવાન લાજવાનાં બદલે ગાજી રહ્યો છે. યુવતીને ધમકી આપી રહ્યો છે. આ ઉપરાંત તેની સાથે રહેલા મિત્રો પણ મામલાને થાળે પાડવાનાં બદલે યુવતી અને યુવાન બંન્નેને ઉશ્કેરી રહ્યા છે. યુવતીને પણ અયોગ્ય શબ્દો બોલી રહ્યા છે. જો કે યુવતીની એક મિત્ર તેને સમજાવીને લઇ જાય છે. પરંતુ આ બેશરમ યુવાન અને તેનાં મિત્રો પોતાની વિકૃત ઠઠ્ઠા મશ્કરીમાં વ્યસ્ત રહે છે.