અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું

  • અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું
    અમદાવાદમાં 21 નવેમ્બરે રસ્તા પર કેવી રીતે મોતની બસ દોડી, તેનું રિકન્સ્ટ્રક્શન કરાયું

અમદાવાદ :પાંજરાપોળ પાસે BRTSની અડફેટે થયેલા બે ભાઈઓના મોત મામલામાં આજે અમદાવાદ પોલીસે સમગ્ર ઘટનાનું વીડિયોગ્રાફી સાથે રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. આમ, પોલીસે આ અકસ્માતના સાંયોગિક પુરાવા એકત્રિત કર્યા હતા. કોર્ટના આદેશ બાદ BRTSના ડ્રાઈવર ચિરાગ પ્રજાપતિને સાથે રાખીને રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું.
અમદાવાદમાં 21 નવેમ્બરે પાંજરાપોળ ચાર રસ્તા પર કઈ રીતે મોતની બસ દોડી તેનું આજે રિકન્ટ્રક્શન અમદાવાદ પોલીસે કર્યું હતું. આરોપી ડ્રાઈવરને સાથે રાખીને BRTS બસની ટક્કર કેવી રીતે થઈ હતી તેનું રિકન્ટ્રક્શન ઘટના સ્થળે કરાયું હતું. BRTS બસના ડ્રાઈવરે બાઈક પર જતા બે સગા ભાઈઓને કચડી નાખતાં બંનેનાં ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આજે આ કેસ મુદ્દે કઈ રીતે અકસ્માત થયો હતો તેનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. ટ્રાફિક પોલીસે આરોપી બસ ડ્રાઈવરને સાથે રાખ્યો હતો. આજે રિકન્સ્ટ્રક્શન થયા બાદ કેટલાક સવાલો પરથી પડદો ઉઠશે. આ અકસ્માતમાં ડ્રાઈવર કબૂલી ચૂક્યો છે કે તેણે બ્રેક નહોતી લગાવી. તો સીસીટીવીની તપાસમાં એ ભેદ પણ ખુલી ગયો છે કે
BRTS બસને તેણે રેડ સિગ્નલ હતું છતાં હંકારી હતી. મતલબ કે ડ્રાઈવરે મોતની બસ દોડાવી હતી. જેના કારણે બે સગા ભાઈઓને મોત ભરખી ગયું