સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ છોડ્યો...

  • સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ છોડ્યો...
    સપ્તપદીના ફેરા ફરતા જેઓએ આજીવન સાથ નિભાવવાના વચન આપ્યા હતા, તેઓએ સાથે દેહ છોડ્યો...

ગાંધીનગરમાં શહેરના સેક્ટર-24માં રહેતા દંપતીનો એક જ દિવસે સ્વર્ગવાસ થયો છે. સપ્તપદીના સાત ફેરા ફરતા સમય આપેલા જીવનભર એકબીજાનો સાથ આપ્યાના વચનો આખરે આ દંપતીએ નિભાવ્યા હતા. અંતિમ સમયે પણ પતિ-પત્નીએ સાથે રહેવાનુ વચન પૂરુ કર્યું હતું અને એકસાથે દુનિયામાંથી વિદાય લીધી હતી. પતિએ છેલ્લી ઘડીએ પત્નીનો હાથ પકડીને કહ્યું, ‘હું નહી હોઉં તો શું કરીશ...’ ત્યારે જવાબમાં પત્નીએ કહ્યું હતું કે, ‘તમારી પાછળ-પાછળ આવીશ.’ આમ, પહેલા પતિનું લાંબી માંદગી બાદ અવસાન થયા બાદ પત્ની પણ આઘાતમાં સરી પડી હતી અને તેઓએ એ જ દિવસે શ્વાસ છોડી દીધા હતા. ગાંધીનગરના સેક્ટર-24માં રહેતા અભેસિંહ ભૂરૂભા વાઘેલા અને તેમના પત્ની ઇન્દ્રાબા વાઘેલા એક જ દિવસે સ્વર્ગવાસ થયો છે. છેલ્લા ઘણા સમયથી અભેસિંહ વાઘેલાની તબિયત સારી રહેતી ન હતી. અભેસિંહ કમળાના રોગનો શિકાર હતા, જેની સારવાર લાંબા સમયથી ચાલી રહી હતી.