ગાંધીનગર: આજે થર્મલ પાવર સ્ટેશનના 2 કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયા

  • ગાંધીનગર: આજે થર્મલ પાવર સ્ટેશનના 2 કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયા
    ગાંધીનગર: આજે થર્મલ પાવર સ્ટેશનના 2 કુલિંગ ટાવરને બ્લાસ્ટ કરી તોડી પડાયા

ગુજરાતની રાજધાની ગાંધીનગર માં એક અનોખો માહોલ સર્જાયો હતો. ગુજરાતમાં પહેલીવાર ટેકનોલોજીની મદદથી 118 મીટર ઊંચા બે કુલિંગ ટાવર તોડવામાં આવ્યા હતા. આ દ્રષ્યને નજરે જોનારાઓ માટે આ દ્રશ્ય બહુ જ ખાસ બની રહ્યું હતું. કારણ કે, દેશનો સૌથી ઊંચા કુલિંગ ટાવર ટેકનોલોજીની મદદથી પત્તાના મહેલની જેમ તોડી પડાયા હતા. બંને કુલિંગ ટાવર 47 વર્ષ જૂના હતા. સમય મર્યાદા પૂર્ણ થતા તેને ઈમર્જન એક્સ્પોઝિવ લગાવીને ટાવર તોડવામાં આવ્યા હતા. 3.03 મિનીટ પર પહેલો અને 3.11 મિનીટ પર બીજો કુલિંગ ટાવર તોડી પાડવામાં આવ્યો હતો.
ગાંધીનગરમાં આજે એક ઐતિહાસિક ઘટની બની છે. જેને નિહાળવા માટે આખુ ગાંધીનગર રજાના દિવસે ઉમટી પડ્યું હતું. ગાંધીનગરના થર્મલ પાવર સ્ટેશનના 47 વર્ષ જૂના બે કુલિંગ ટાવરને જમીનદોસ્ત કરાયા હતા. સમય મર્યાદા પૂરી થતા તેને ટેકનોલોજીની મદદથી તોડી પાડવાની કામગીરી હાથ ધરાઈ હતી. બંને ટાવરને તોડવા માટે ઈમર્જન એક્સપ્લોઝીવ ટેકનોલોજીનો ઉપયોગ કરાયો હતો. આ માટે ફાયર બ્રિગેડ દ્વારા પૂરતી તકેદારી લેવામાં આવી હતી. તંત્ર દ્વારા આસપાસના માર્ગો બંધ કરી દેવામાં આવ્યા હતા.
ટાવર તોડતા સમયે જાણે પત્તાનો મહેલ તૂટી પડ્યો હોય તેમ પહેલો ટાવર, અને 8 સેકન્ડના ગાળામાં બીજો ટાવર તોડી પાડવામાં આવ્યો હતો. ટાવર તૂટ્યા બાદ સમગ્ર વિસ્તારમાં માટી ઉડી હતી, જેથી ફાયર બ્રિગેડ દ્વારા પાણીની ગાડીઓ તૈયાર રાખવામાં આવી હતી અને તાત્કાલિક માટી પર પાણીનો છંટકાવ કરવામાં આવ્યો હતો. હવે 30 મીટર સુધી ટાવરનો મલબો રહેશે. જેને દૂર કરવાની કામગીરી પણ ઝડપથી કરવામાં આવશે.