GST Collection : મંદી વચ્ચે રાહતના સમાચાર, નવેમ્બરમાં પહોંચ્યું 1 લાખ કરોડને પાર

  • GST Collection : મંદી વચ્ચે રાહતના સમાચાર, નવેમ્બરમાં પહોંચ્યું 1 લાખ કરોડને પાર
    GST Collection : મંદી વચ્ચે રાહતના સમાચાર, નવેમ્બરમાં પહોંચ્યું 1 લાખ કરોડને પાર

નવી દિલ્હીઃ દેશના અર્થતંત્રમાંચાલી રહેલી મંદીના સમાચાર વચ્ચે સરકાર માટે રાહતના સમાચાર આવ્યા છે. નવેમ્બર મહિનામાં વસ્તુ અને સેવા કર કલેક્શનમાં 6 ટકાનો વધારો નોંધાયો છે. નવેમ્બર મહિનામાં જીએસટી કલેક્શનરૂ. 1.03 લાખ કરોડને(Rs. One Lac Crore) પાર પહોંચી ગયું છે. દેશના કુલ જીએસટી કલેક્શનમાંસીજીએસટીરૂ. 19,592 કરોડ, એસજીએસટી રૂ.27,144 કરોડ અને આઈજીએસટી(IGST) રૂ.49,028 કરોડ થયું છે. તેમાં આયાતપર લગાવામાં આવતા ટેક્સના રૂ.20,948 કરોડનો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત સેસ(Ses) એટલે કે ઉપકર રૂ.7,727 કરોડ (આયાતમાંથી મળેલા રૂ.869 કરોડનો ટેક્સ) પણ સામેલ છે. આ મહિને 77.83 લાખ 2બી જીએસટી રિટર્ન ફાઈલ કરાયા હતા.