AUS vs PAK : યાસિરની સદી બેકાર, વોર્નર જેટલા રન પણ ન બનાવી શક્યું પાકિસ્તાન

  • AUS vs PAK : યાસિરની સદી બેકાર, વોર્નર જેટલા રન પણ ન બનાવી શક્યું પાકિસ્તાન
    AUS vs PAK : યાસિરની સદી બેકાર, વોર્નર જેટલા રન પણ ન બનાવી શક્યું પાકિસ્તાન

એડિલેડઃ ઓસ્ટ્રેલિયા પ્રવાસે પાકિસ્તાનનું ખરાબ પ્રદર્શન સતત બીજી ટેસ્ટમાં ચાલી રહ્યું છે. મહેમાન ટીમ પ્રથમ ટેસ્ટ હારી ચુક્યી છે. હવે બીજી ટેસ્ટમાં તે ફોલોઓનનો સામનો કરી રહી છે. ઓસ્ટ્રેલિયાએ મેચની પ્રથમ ઈનિંગ્સમાં ડેવિડ વોર્નરની ત્રેવડી સદીની મદદથી 589/3નો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ત્યાર પછી પાકિસ્તાનને પ્રથમ ઈનિંગ્સમાં 302 રને ઓલઆઉટ(All Out) કરી દીધું હતું. પાકિસ્તાન ડેવિડ વોર્નર જેટલા રન પણ બનાવી શક્યું નહીં. ઓસ્ટ્રેલિયા અને પાકિસ્તાન વચ્ચે બીજી ટેસ્ટ એડિલેડમાં રમાઈ રહી છે. ડેવિડ વોર્નરેઆ મેચમાં 335 રનની જોરદાર ઈનિંગ્સ રમી હતી અને અંત સુધી આઉટ થયો ન હતો. તેમણે આ ઈનિંગ્સમાં 418 બોલનો સામનો કર્યો અને 39 ચોગ્ગા અને છગ્ગા લગાવ્યા હતા. એ સમયે ઓસ્ટ્રેલિયાનો સ્કોર ત્રણ વિકેટે 589 રન હતા, ત્યારે કેપ્ટન ટિમ પેને ઈનિંગ્સની જાહેરાત કરી દીધી હતી.