1 ડિસેમ્બરથી થશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સામાંથી સરકી જશે વધુ રૂપિયા

  • 1 ડિસેમ્બરથી થશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સામાંથી સરકી જશે વધુ રૂપિયા
    1 ડિસેમ્બરથી થશે આ મોટા બદલાવ, તમારા ખિસ્સામાંથી સરકી જશે વધુ રૂપિયા

અમદાવાદ :આજે 1 ડિસેમ્બરથી અનેક નિયમોમાં બદલાવ થવાનો છે. આ ચેન્જિસની સીધી અસર તમારા ખિસ્સા પર પડશે. આ તમામ સમાચાર બેંક સુવિધા , ઈન્સ્યોરન્સ સુવિધા, પેટ્રોલ, મોબાઈલ કંપનીઓ સાથે જોડાયેલી છે. આ બદલાવોને કારણે 1 ડિસેમ્બરથી તમારા ખિસ્સામાંથી વધુ રૂપિયા સરકશે. તેથી એક ગ્રાહક તરીકે તમારા આ બદલાવ જાણી લેવા બહુ જ જરૂરી છે. દેશની મોટી ટેલિકોમ કંપનીઓ પોતાના કોલદર 1 ડિસેમ્બરથી વધારી શકે છે. કોલ રેટમાં કેટલો વધારો થશે તે વિશે કંપનીઓએ હાલ કંઈ કહ્યું નથી. કંપનીઓનું કહેવુ છે કે, નુકસાનને ઓછું કરવા અને વધુ સુવિધાઓ માટે ચાર્જ વધારવો જરૂરી છે.