પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'

  • પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'
    પાકિસ્તાન: ખાદિમ રિઝવીનું ભડકાઉ નિવેદન, 'જેમને શીખ કોમ પ્રત્યે પ્રેમ હોય તે અમૃતસર જતા રહે'

ઈસ્લામાબાદ: પાકિસ્તાન ની તહરીકે એ લબ્બેક પાર્ટીના નેતા ખાદિમ હુસેન રિઝવીએ કરતારપુર કોરિડોર ને લઈને ભડકાઉ નિવેદન આપ્યું છે. રિઝવીએ કહ્યું કે જેમને શીખો પ્રત્યે એટલો પ્રેમ હોય તે લોકો સરહદ પાર કરીને અમૃતસર જતા રહે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાન અને આર્મી ચીફ જનરલ કમર બાજવાનું નામ લીધા વગર રિઝવીએ કહ્યું કે શીખોની યુનિવર્સિટી ખોલવા માટે પાકિસ્તાન નથી બન્યું. શીખોને ખુશ કરવા માટે પાકિસ્તાન નથી બન્યું. જેમને શીખો પ્રત્યે એટલો જ પ્રેમ હોય તેઓ અમૃતસર જતા રહે.