Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ

  • Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ
    Wrestling : એક બાળકની માતાએ લડી કુશ્તી, કોમનવેલ્થ વિજેતાને હરાવી જીત્યો ગોલ્ડ

જાલંધરઃ ટાટા મોટર્સ સીનિયર રાષ્ટ્રીય કુશ્તી ચેમ્પિયનશિપનાબીજા દિવસે શનિવારે એક મોટો ઉલટફેર જોવા મળ્યો. એક બાળકની માતા અનિતા શ્યોરાણે 68 કિગ્રામ વર્ગની ફાઈનલમાં કોમનવેલ્થ રમતોત્સવની બ્રોન્ઝ મેડલ વિજેતા રેલવેની દિવ્યા કાકરાનને હરાવી દીધી. હરિયાણાની 35 વર્ષની અનિતાએ ગયા વર્ષે પણ ગોલ્ડ મેડલ જીત્યો હતો. આ વખતે પણ તેણે સૌને ચોંકાવીને ગોલ્ડ મેડલ પોતાને નામ કર્યો હતો. પંજાબની ગુરુશરણ કૌરે છ વર્ષ પછી પુનરાગમન કરતાં 76 કિગ્રામ વર્ગની ફાઈનલમાં પૂજાને 402થી હરાવીને ગોલ્ડ જીત્યો હતો. રેલવેનું પ્રતિનિધિત્વ કરી રહેલી વિનેશ ફોગાટે અને સાક્ષી મલિકે પણ પોત-પોતાના વજનની શ્રેણીમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો.