ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી

  • ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી
    ભારતનો આ બેટ્સમેન તોડી શકે છે લારાનો 400 રનનો રેકોર્ડઃ વોર્નરની ભવિષ્યવાણી

એડિલેડઃ ઓસ્ટ્રેલિયાના ઓપનર ડેવિડ વોર્નરેપાકિસ્તાન સામે બીજી ટેસ્ટમાં વર્ષ 2019ની ત્રેવડી સદી ફટકારી છે. વોર્નર ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર બનાવવાની નજીક હતો ત્યાં જ ઓસ્ટ્રેલિયાના કેપ્ટન ટિમ પેનના એક નિર્ણયે તેની પાસેથી આ તક છીનવી લીધી. ટિમ પેને દાવ ડિક્લેર કર્યો ત્યારે ડેવિડ વોર્નર 335 રને નોટઆઉટ હતો. ડેવિડ વોર્નર ભલે આ તક ચુકી ગયો, પરંતુ તેનું માનવું છે કે ટેસ્ટ ઈતિહાસનો સૌથી મોટો સ્કોર(400 રન)નો રેકોર્ડ તુટી શકે છે. વોર્નરે જણાવ્યું કે, ભારતનો રન મશીન રોહિત શર્મા આ રેકોર્ડ તોડી શકે છે. ટેસ્ટ ઈતિહાસના સૌથી મોટા સ્કોર વેસ્ટ ઈન્ડીઝના બ્રાયન લારાના નામે છે. લારાએ 2004માં ઈંગ્લેન્ડ સામે 400 રનની નોટ આઉટ ઈનિંગ્સ રમી હતી. ટેસ્ટ ઈતિહાસનો બીજો સૌથી મોટો સ્કોર ઓસ્ટ્રેલિયાના મેથ્યુ હેડનના (380 રન) નામે છે. ડેવિડ વોર્નર ટેસ્ટ ક્રિકેટમાં સૌથી મોટા સ્કોર બાબતે 10મા ક્રમે છે. ડેવિડ વોર્નરે સૌથી મોટા સ્કોર સાથે જોડાયેલા સવાલ અંગે જણાવ્યું કે, "એ વ્યક્તિ પર આધારિત છે. આપણે ત્યાં બોર્ડર લાઈન ઘણે દૂર હોય છે અને તેને પાર કરવી ક્યારેક મુશ્કેલ પણ હોય છે. જ્યારે પણ થાક પ્રભાવી થઈ જાય છે ત્યાર પછી હાથ ચલાવવા મુશ્કેલ બની જાય છે."