સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા

  • સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા
    સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા
  • સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા
    સૌરાષ્ટ્રમાં પ્રાથમિક શિક્ષકોના ધરણા

રાજકોટ તા. 1
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષણ સંઘ અને ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ સંઘના આદેશ અન્વયે સૌરાષ્ટ્રમાં રાજકોટ સહિત ઠેર ઠેર શિક્ષક સંઘો દ્વારા પોતાની પડતર માંગણીઓ માટે ન્યાયને લઇને ધરણા, રેલી, સુત્રોચ્ચા સાથે આવેદનપત્રો આપવાના કાર્યક્રમો યોજાયાં હતા. તેમાં શિક્ષક ભાઇ - બહેનો મોટી સંખ્યામાં જોડાયાં હતા.
ભાટીયા
અખિલ ભારતીય પ્રાથમિક શિક્ષક સંઘ, ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ અને દેવ ભૂમિ દ્વારકા જિલ્લા પ્રાથમિક શિક્ષક સંઘ ના આદેશ અન્વયે આજ રોજ કલ્યાણપુર મામલતદાર કચેરી સામે કલ્યાણપુર તાલુકા ના આશરે 300 પ્રાથમિક શિક્ષકોએ એક દિવસીય ધરણા ( પ્રતીક ઉપવાસ ) યોજેલ તથા રેલી કાઢી ને મામલતદારશ્રી ને આવેદનપત્ર જિલ્લા સંઘ ના પ્રમુખ મેરામણભાઈ ગોરીયા તાલુકા સંઘ ના પ્રમુખ કરશનભાઇ રાવલીયા, મહામંત્રી રવજીભાઈ ડાભી,જિલ્લા ઉપ પ્રમુખ કનુભાઈ ગોજીયા ના હસ્તે પાઠવેલ હતા.
ધારી
ધારી તાલુકા પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા તાલુકા પંચાયત ના ગ્રાઉન્ડમાં શિક્ષકોના પડતર પ્રશ્ર્નો જેવા પ્રશ્ર્નો બાબતે ધરણા કાર્યક્રમ યોજવામાં આવેલ હતો.
સુત્રાપાડા
ગીર સોમનાથ પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા શિક્ષકોના વિવિધ પ્રશ્ર્નો લઇને સરકાર સામે આંદોલન સુત્રાપાડા તાલુકાના પ્રાથમિક શિક્ષણ સંઘ દ્વારા એક દિવસીય ધરણાનો કાર્યક્રમ ગીર સોમનાથ જિલ્લાના પ્રાથમિક શિક્ષક સંઘ દ્વારા દરેક તાલુકા મથકે એક દિવસીય ધરણા યોજાય હતા.
ચોટીલા
શનિવારનાં સાંજે પ્રાથમિક સંઘ ચોટીલા યુનિટે મામલતદારને આવેદન પત્ર પાઠવી ચોટીલા તાલુકા સીઆરસી કલસ્ટરની પુન: રચના સહિત અનેક મુદ્દાઓની રજુઆત કરેલ છે
જીલ્લા સંઘના અગ્રણી દિપેન્દ્રભાઇ ધાધાલ, ચોટીલા યુનિટ પ્રમુખ ઘનશ્યામભાઈ મેણીયા, સામતભાઇ પરમાર ,ની આગેવાનીમાં શિક્ષકોએ મામલતદાર કચેરી ખાતે તેઓની માગણી સાથે સુત્રોચ્ચાર પોકારી આવેદન પાઠવેલ હતુ.