જામનગરમાં કાલાવડનો શખ્સ પોણા બે કિલો ગાંજા સાથે પકડાયો

  • જામનગરમાં કાલાવડનો શખ્સ પોણા બે કિલો ગાંજા સાથે પકડાયો
    જામનગરમાં કાલાવડનો શખ્સ પોણા બે કિલો ગાંજા સાથે પકડાયો

જામનગર,તા.1
જામનગરમાં નાગનાથ ગેઈટ વિસ્તારમાંથી એક શખ્સને 1 કીલો 766 ગ્રામ ગાંજાનાં જથ્થા સાથે એસઓજી પોલીસે ઝડપીલી લીધો હતો. જામનગર એસઓજીના પોલીસ કર્મચારી મહેષભાઈ સવાણી અને રવિભાઈ બુજડને ખાનગી રાહે બાતમી મળી હતી કે નાગનાથ ગેઈટ વિસ્તારમાં એક શખ્સ પાસે ગાંજાનો જથ્થો છે.અને ત્યાં ઉભો છે. આથી પો.ઈ. કે એલ ગાધેની આગેવાનીમાં પોલીસ ટુકડીએ ગત સાંજે દરોડોપાડયો હતો
ઈરફાન ઉર્ફે આફરીન અસ્લમભાઈ પતાણી (રે. પંજેત નગર,કાલાવડ) ને ઝડપી લીધો હતો અને તેનાં કબ્જામાંથી 1 કીલો 766 ગ્રામ ગાંજાનો જથ્થો કબ્જે કર્યો હતો. ઉપરાંત રૂા.39પ0 ની રોકડ રકમ પણ તેની પાસેથી મળી આવતાં તે કબ્જે કરી કુલ રૂા.141પ0 ની કીંમતનો મુદામાલ કબ્જે લીધો હતો.
આરોપીની પુછપરછમાં તે આ ગાંજાનો જથ્થો સુરતનાં અશ્ર્વીની કુમાર પાસેથી આવ્યો હોવાની કબુલાત આપી હતી. પોલીસે બંન્ને સામે ગુન્નો નોથી વધુ તપાસ હાથ ધરી છે.