600 રૂપિયા માટે જાહેરમાં હેલ્મેટથી મારામારી કરનાર ત્રિપુટીની જાહેરમા સરભરા

  • 600 રૂપિયા માટે જાહેરમાં હેલ્મેટથી મારામારી કરનાર ત્રિપુટીની જાહેરમા સરભરા
    600 રૂપિયા માટે જાહેરમાં હેલ્મેટથી મારામારી કરનાર ત્રિપુટીની જાહેરમા સરભરા

રાજકોટ,તા.1
કાલાવડ રોડ પર નેપ્ચ્યુન ટાવર પાસે શનિવારે ત્રણ શખ્સોએ એક શખ્સ પર 600 રૂપિયાની ઉઘરાણી મામલે હુમલો કરી ગાળો દઇ હેલ્મેટથી તથા પથ્થરથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપી હતી. મારામારીનો વિડીયો વાયરલ થતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી પી. કે. દિયોરાએ તાકીદે આ શખ્સોને શોધી કાઢવા સૂચના આપતા પી.આઇ. કે. એ. વાળાના માર્ગદર્શન હેઠળ પીએસઆઇ એમ. બી. જેબલીયા, પ્રશાંતભાઇ રાઠોડ, દિવ્યરાજસિંહ જાડેજાએ ઘનશ્યામનગરના ચિરાગ રઘુભાઇ સોલંકી, અભિષેક ઉર્ફ અભી રઘુભાઇ સોલંકી અને કરણ વિનોદભાઇ પરમારની ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું ત્રણેયે ઘંટેશ્વર એસઆરપી કેમ્પ સામે ક્રિસ્ટલ એપાર્ટમેન્ટમાં રહેતાં સોૈરભ રાજેશભાઇ તિવારી પર હુમલો કર્યો હતો. ચિરાગને સોૈરભ પાસેથી રૂ. 600 લેવાના હોઇ તેની ઉઘરાણી મામલે ડખ્ખો થયો હતો.આજે ત્રણેયને ઘટનાસ્થળે લઇ જઈ જાહેરમાં માફી મંગાવી કાયદાનું ભાન કરાવ્યું હતું.