રાજકોટમાં પાટાના સમારકામથી 15મી સુધી ગાડીઓ મોડી

  • રાજકોટમાં પાટાના સમારકામથી 15મી સુધી ગાડીઓ મોડી
    રાજકોટમાં પાટાના સમારકામથી 15મી સુધી ગાડીઓ મોડી

રાજકોટ તા. 1
રાજકોટ રેલ્વેના પડધરી - ચલોલ સ્ટેશન વચ્ચે પાટાનું સમારકામ કરવામાં આવનાર છે. આથી 15મી ડિસેમ્બર સુધી 2 ગાડી વિરમગામ, ઓખા, અને ઓખા - વિરમગામ આંશિક રીતે રદ રહેશે. જ્યારે અન્ય 1 ગાડીનો રુટ ફેરવાયો છે અને 4 ગાડીઓ મોડી દોડશે.
આ અંગે રેલ્વેની યાદીનુસાર ટ્રેન નં. 5903 વિરમગામ - ઓખા દ્વારકા સુધી જ દોડશે. અને પડધરી સુધી 1:30 કલાક મોડી રહેશે.
તેમજ ટ્રેન નં. 5904 ઓખા - વિરમગામ લોકલ 2જી ડિસેમ્બર થી 16મી ડિસેમ્બર સુધી દ્વારકાથી ઉપડશે.
જ્યારે ગાડી નં. 59211 રાજકોટ - પોરબંદર લોકલ 15મી ડિસેમ્બર સુધી હાપા, જામનગરને બદલે ભકિતનગર, જેતલસર થઇને દોડશે.
આ ઉપરાંત સોમવારના ટ્રેન નં. 12478 દ્વારકા - જામનગર એકસપ્રેસ પડધરી સુધી 15 મિનીટ, મંગળવારની 19263 પોરબંદર - દિલ્હી પડધરી સુધી 36 મિનીટ, શુક્રવારની 12969 પોરબંદર - મુઝફ્ફપુર - મોતીહારી - પડધરી સુધી 36 મિનીટ અને શનિવારની 19263 પોરબંદર - દિલ્હી ગાડી પડધરી સુધી 36 મિનટી મોડી દોડશે.