દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?

  • દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?
    દેવેન્દ્ર ફડણવીસ 40000 કરોડ રૂપિયા કેન્દ્રને આપવા માટે બન્યા હતા 80 કલાકના CM?

મુંબઈ : ભારતીય જનતા પાર્ટી ના નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી અનંત કુમાર હેગડે ના એક નિવેદનથી મહારાષ્ટ્રના રાજકારણમાં ધમાલ મચી ગઈ છે. અનંતકુમારે દેવેન્દ્ર ફડણવીસ ના માત્ર 80 કલાક માટે સીએમ બનવાના ઘટનાક્રમ વિશે દાવો કર્યો છે કે કેન્દ્ર સરકારના 40 હજાર કરોડ રૂપિયા બચાવવા માટે ફડણવીસે સીએમ પદની શપથ લીધી હતી.
ઉત્તર કન્નડમાં વાત કરતી લખતે અનંત કુમારે કહ્યું છે કે ''બધાને ખબર છે કે અમારા માણસે 80 કલાક સુધી મુખ્યમંત્રી રહ્યા પછી રાજીનામું આપ્યું હતું. તેમણે આ ડ્રામા કેમ કર્યો? શું તેમને ખબર નહોતી કે તેમની પાસે બહુમત નથી? હકીકતમાં મુખ્યમંત્રીના નિયંત્રણમાં કેન્દ્રના 40 હજાર કરોડ રૂપિયા હતા. તેઓ જાણતા હતા કે જો કોંગ્રેસ-એનસીપી અને શિવસેનાની સરકાર સત્તામાં આવશે તો વિકાસને બદલે એ રકમનો દુરુપયોગ કરશે અને એટલે આ ડ્રામા કરવાનો નિર્ણય લેવામાં આવ્યો. ફડણવીસ મુખ્યમંત્રી બન્યા અને 15 કલાકમાં કેન્દ્રને 40 હજાર કરોડ રૂપિયા પરત કરી દીધા.''