Maharashtra : નારાજ પંકજા મુંડે કંઈક મોટી નવાજુની કરવાના પ્લાનિંગમાં! 12 ડિસેમ્બર પર બધાની નજર કારણ કે...

  • Maharashtra : નારાજ પંકજા મુંડે કંઈક મોટી નવાજુની કરવાના પ્લાનિંગમાં! 12 ડિસેમ્બર પર બધાની નજર કારણ કે...
    Maharashtra : નારાજ પંકજા મુંડે કંઈક મોટી નવાજુની કરવાના પ્લાનિંગમાં! 12 ડિસેમ્બર પર બધાની નજર કારણ કે...

નવી દિલ્હી : મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં કાકાના દીકરાથી પરલી વિધાનસભાની સીટ હાર્યા પછી ટોચની નેતા પંકજા મુંડે અને ભાજપ વચ્ચે અંતર વધી રહ્યું હોવાના સંકેત મળ્યા છે. પંકજાએ ટ્વિટર પ્રોફાઇલમાંથી બીજેપીનું ટેગ હટાવી દીધું અને રવિવારે ફેસબુક પર પોતાની વ્યથા વ્યક્ત કરતી પોસ્ટ મુકી છે. તેના આ વલણથી લાગે છે કે કંઈક મોટી નવાજુની કરવાના મુડમાં છે. મહારાષ્ટ્રની દેવેન્દ્ર ફડણવીસ સરકારમાં મંત્રી રહી ચુકેલી પંકજાએ પિતા ગોપીનાથ મુંડે ની જયંતિ 12 ડિસેમ્બરે બીડના ગોપીનાથગઢમાં સમર્થકોની એક બેઠક બોલાવી છે જેમાં તે કોઈ મોટો નિર્ણય લઈ શકે છે. સમર્થકોનો આરોપ છે કે ઓબીસી વર્ગ તેમજ પાર્ટીમાં નેતૃત્વ પર પુર્ણવિરામ મુકવા ભાજપના જ કેટલાક નેતાઓએ પંકજાને ચૂંટણીમાં હરાવી છે.