હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન

  • હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન
    હૈદરાબાદ ગેંગરેપ અને મર્ડર કેસ મામલે સંસદમાં જયા બચ્ચને આપી દીધું મોટું નિવેદન

નવી દિલ્હી : હૈદરાબાદમાં વેટનરી ડૉક્ટરની સાથે ગેંગરેપ અને હત્યાનો મુદ્દો સંસદ માં પણ ગૂંજ્યો. લોકસભા અને રાજ્યસભામાં સાંસદોએ આ ઘટના પર પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો. રાજ્યસભામાં બોલત વખતે સાંસદ જયા બચ્ચને  મોટું નિવેદન આપ્યું છે. તેણે કહ્યું છે કે ગુનેગારને સાર્વજનિક પ્લેટફોર્મ પર સજા આપવી જોઈએ અને તેમનું લિન્ચિંગ કરવું જોઈએ. સમાજવાદી પાર્ટીના રાજ્યસભા સાંસદ જયા બચ્ચને કહ્યું કે, મને લાગે છે કે આ સમય છે જ્યારે લોકો ઇચ્છે છે કે સરકાર યોગ્ય અને નિશ્ચિત જવાબ આપે. તેમણે કહ્યું કે, આ પ્રકારનાં લોકો (બળાત્કારીઓ)ને સાર્વજનિક રીતે સજા આપવાની જરૂર છે.