રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને સ્કોચ એવોર્ડ અર્પણ

  •  રાજકોટ સુરક્ષા કવચ  એપ્લિકેશનને સ્કોચ એવોર્ડ અર્પણ
    રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને સ્કોચ એવોર્ડ અર્પણ
  •  રાજકોટ સુરક્ષા કવચ  એપ્લિકેશનને સ્કોચ એવોર્ડ અર્પણ
    રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનને સ્કોચ એવોર્ડ અર્પણ

રાજકોટ તા.1
રાજકોટ શહેર પોલીસ હાઈટેક બની ગઈ છે ત્યારે રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશનની 1000 પ્રોજેક્ટમાંથી ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ અંતર્ગત સ્કોચ એવોર્ડ માટે પસંદગી થતા શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે દિલ્હી ખાતે યોજાયેલા સમારોહમાં આ એવોર્ડ સ્વીકાર્યો હતો વધુ એક વખત રાજકોટ પોલીસનું નામ રોશન થયું છે
રાજકોટ શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ દાવર રાજકોટ સુરક્ષા કવચ એપ્લિકેશન બનાવવામાં આવી છે આ એપ્લિકેશનમાં ટપોરીઓ, ગુંડાઓ, આવારા તત્વો, હિસ્ટ્રીશીટરો, બુટલેગર વગેરેનો ઇતિહાસ રહેલો છે જેથી આવા લોકોને વારંવાર ચેક કરી કાયદાકીય કાર્યવાહી કરવામાં આવતી હોય છે ઇન્ડિયા ઇકોનોમિક ફોરમ અંતર્ગત ભારતમાંથી 1000 જેટલા પ્રોજેક્ટ મંગાવવામાં આવ્યા હતા જે પૈકી 150 પ્રોજેક્ટ સેમી ફાઇનલમાં પહોંચ્યા હતા જે 150માં ગુજરાતના 4 પ્રોજેક્ટ રાજકોટ સુરક્ષા કવચ, ઈ-બંદોબસ્ત ભરૂચ પોલીસ, પોકેટ કોપ એસસીઅરબી ગાંધીનગર અને સીટીઝન પોર્ટલ એસસીઅરબી ગાંધીનગરનો સમાવેશ થાય છે જેમાં ઓર્ડર ઓફ મેરીટ એવોર્ડ માટે રાજકોટ સુરક્ષા કવચની પસંદગી કરવામાં આવી હતી અને દિલ્હી ખાતે યોજાયેલ સમારોહમાં પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે સમીર કોચર ચેરમેન સ્કોચ ગ્રુપ, વિનોદ કે પાલ મેમ્બર ઓફ નીતિ આયોગ, અમરજીતસિંહ સેક્રેટરી મિનિસ્ટ્રી ઓફ રૂરલ ડેવલોપમેન્ટ સહિતના મહાનુભાવોના હસ્તે આ સ્કોચ એવોર્ડ સ્વીકાર્યો હતો આ અગાઉ પણ આંતરરાષ્ટ્રીય પોલીસ એક્સ્પો દ્વારા ટેક્નોલોજી કેટેગરીનો પોલીસ એક્સિલન્સી એવોર્ડ 2019 રાજકોટના પ્રાપ્ત થઇ ચુક્યો છે વધુ એક એવોર્ડ રાજકોટ પોલીસને મળતા રાજકોટનું નામ રોશન થયું છે