બગોદરા હાઈવે પર અકસ્માતમાં CM રૂપાણીના ભાભી થયા ઈજાગ્રસ્ત

  • બગોદરા હાઈવે પર અકસ્માતમાં CM રૂપાણીના ભાભી થયા ઈજાગ્રસ્ત
    બગોદરા હાઈવે પર અકસ્માતમાં CM રૂપાણીના ભાભી થયા ઈજાગ્રસ્ત

અમદાવાદ નજીક બગોદરા પાસે બે કાર વચ્ચે આજે અકસ્માત સર્જાયો હતો, જેમાં કાર અથડાતાં અકસ્માત સીએમ વિજય રૂપાણીના ભાભીને ઈજા પહોંચી છે. હાલ તેઓને બગોદરા સરકારી હોસ્પિટલ ખાતે સારવાર આપવામાં આવી છે. તો સામેની કારના મુસાફરોને વધુ ઈજા થતાં તેઓને 108 મારફરતે બગોદરા સારવાર માટે ખસેડાયા છે. અકસ્માત બાદ બગોદરા પોલીસ ઘટના સ્થળ પર પહોંચી હતી. 

 

રાજકોટથી અમદાવાદ તરફ આવવા નીકળેલા સીએમ રૂપાણીના ભાઈ-ભાઈની ગાડીને અકસ્માત થયો હતો. બગોદરા-બાવળા હાઈવે પર મુંબઈનો પરિવાર અમદાવાદથી પાલિતાણા તરફ જઈ રહ્યો હતો. ત્યારે બંને કાર સામસામે ભટકાઈ હતી. મુંબઈના પરિવારના ઇજાગ્રસ્તોને બગોદરા 108 દ્વારા સારવાર માટે બગોદરાની સરકારી હોસ્પિટલમાં ખસેડાયા હતા. તો બીજી તરફ, રૂપાણી પરિવાર તાત્કાલિક સારવાર મેળવી અમદાવાદ તરફ ખાનગી વાહનમાં નીકળી ગયા હતા. આ ઘટનાની જાણ થતા જ બગોદરા પોલીસ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી.