26/11 હુમલામાં બચી ગયેલા મોશે માટે પીએમ મોદીએ લખ્યો ભાવુક પત્ર...

  • 26/11 હુમલામાં બચી ગયેલા મોશે માટે પીએમ મોદીએ લખ્યો ભાવુક પત્ર...
    26/11 હુમલામાં બચી ગયેલા મોશે માટે પીએમ મોદીએ લખ્યો ભાવુક પત્ર...

નવી દિલ્હીઃ મુંબઈમાં 26/11ના રોજ થયેલા આતંકવાદી હુમલાને11 વર્ષ પુરા થયાના એક દિવસ પછી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએઆ હુમલામાં બચી ગયેલા સૌથી નાની વયના બાળક માટે એક ભાવુક પત્ર લખ્યો છે. મુંબઈમાં 11 વર્ષ પહેલા થયેલા આતંકવાદી હુમલામાં 166 લોકોનાં મોત થયા હતા, જ્યારે 300થી વધુ ઘાયલ થયા હતા. આ હુમલામાં ઈઝરાયેલના એક બાળક મોશે તજવી હોલ્ત્ઝબર્ગનો જીવ બચી ગયો હતો, જેના માટે પીએમ મોદીએ લાગણીસભર પત્ર લખ્યો છે. મોશેના માતા-પિતાને પાકિસ્તાની આતંકવાદીઓએ નરીમન હાઉસમાં ગોળીઓ મારી એ સમયે મોશે માત્ર બે વર્ષનો હતો. આ અંધાધુંધ ગોળીબારમાં(Firing) મોશેની નાની સેન્ડ્રા સેમ્યુઅલ્સે તેનો જાવ બચાવ્યો હતો. બાળકને બચાવતી સેન્ડ્રાનો ફોટોએ સમયે દુનિયાભરમાં પ્રકાશિત થયો હતો અને દરેકે આ હિંમત દર્શાવવા માટે તેમની પ્રશંસા કરી હતી.