મંત્રી હોવા છતાં તમે નિર્ણય લઈ શક્તા નથી, તમને નિર્મલા કહીએ કે 'નિર્બલા' સીતારમણઃ અધીર રંજન

  • મંત્રી હોવા છતાં તમે નિર્ણય લઈ શક્તા નથી, તમને નિર્મલા કહીએ કે 'નિર્બલા' સીતારમણઃ અધીર રંજન
    મંત્રી હોવા છતાં તમે નિર્ણય લઈ શક્તા નથી, તમને નિર્મલા કહીએ કે 'નિર્બલા' સીતારમણઃ અધીર રંજન

નવી દિલ્હીઃ કોંગ્રેસના લોકસભાના સાંસદ અધીર રંજન ચૌધરીએવડાપ્રધાન પછી હવે નાણામંત્રી નિર્મલા સીતારમણ બાબતે એક વિવાદિત નિવેદન આપ્યું છે. છેલ્લા 6 વર્ષમાં જીડીપીનોદર સૌથી નીચો રહેવા અને અમેરિકા-ચીન ડ્રેડ વોર બાબતે નાણામંત્રી નિર્મલા સીતારમણે જ્યારે પોતાનો પક્ષ રજુ કર્યો ત્યાર પછી અધીર રંજને તેમને લાચાર મંત્રી જણાવ્યા હતા. અધીર રંજને જણાવ્યું કે, "તમારા માટે સન્માન તો છે, પરંતુ ક્યારેક વિચારું છું કે તમને નિર્મલા સીતારમણના બદલે 'નિર્બલા' સીતારમણ કહેવું ઉચિત રહેશે કે નહીં. તમે મંત્રી પદ પર તો છો, પરંતુ તમારા મનમાં જે છે તે કહી શકો છો કે નહીં."