જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"

  • જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"
    જયા બચ્ચનને મળ્યો TMC સાંસદ મિમીનો સાથ, બોલી- "ભીડ ફટકારે રેપિસ્ટોને સજા"

નવી દિલ્હીઃ હૈદરાબાદમાં વેટરનરી ડોક્ટર સાથે સામુહિક બળાત્કાર અને પછી હત્યાની ઘટના મુદ્દે સમગ્ર દેશમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. મહિલાઓ સાથે આવું કૃત્ય આચરનારા માટે કઠોર કાયદો બનાવવાની માગ છે. રાજ્યસભામાં સમાજવાદી પાર્ટીના સાંસદ જયા બચ્ચનેઆ પ્રકારની ઘટનામાં દોષીતોને ભીડને હવાલે કરવાની સલાહ આપી છે. હવે જયા બચ્ચનને તૃણમુલ કોંગ્રેસના સાંસદ મિમી ચક્રવર્તીનુંપણ સમર્થન મળ્યું છે. સમાચાર એજન્સી ANI સાથેની વાતચીતમાં મિમી ચક્રવર્તીએજણાવ્યું કે, "તમામ સંબંધિત મંત્રીઓને મારો અનુરોધ છે કે તેઓ એટલો કડક કાયદો બનાવે કે કોઈ પણ વ્યક્તિ બળાત્કાર કરતા પહેલા 100 વખત વિચારે. આટલું જ નહીં, તે કોઈ મહિલાને બદઈરાદા સાથે જોવાની પણ હિંમત ન કરે."