યુવતીના પિતાને હૈદરાબાદ પોલીસે આપેલો જવાબ સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે...

  • યુવતીના પિતાને હૈદરાબાદ પોલીસે આપેલો જવાબ સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે...
    યુવતીના પિતાને હૈદરાબાદ પોલીસે આપેલો જવાબ સાંભળીને તમારું લોહી ઉકળી ઉઠશે...

નવી દિલ્હીઃ દેશમાં સડકથી માંડીને સંસદ સુધી હૈદરાબાદની વેટરનરી ડોક્ટર સાથે થયેલા સામુહિક બળાત્કાર અને પછી હત્યાની ઘટના મુદ્દે આક્રોશ જોવા મળી રહ્યો છે. હવે, પીડિતાના પરિજનોએ ) એક એવો આરોપ લગાવ્યો છે, જેનાથી સમગ્ર પોલીસ તંત્રઅને તેના વ્યવહાર સામે સવાલ ઉભા થાય છે. હૈદરાબાદની નિર્ભયા સાથે જે પ્રકારનો નિર્દયી અત્યાચાર ગુજરાયો હતો, દેમાં પોલીસની પણ શરમજનક ભૂમિકા બહાર આવી છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, પીડિતાના પિતા જ્યારે પુત્રી સાથે કોઈ અજુગતી ઘટનાની ફરિયાદ લઈને પોલીસ સ્ટેશનપહોંચ્યા હતા ત્યારે પોલીસે અત્યંત ઉદ્ધત જવાબ આપ્યો હતો. પોલીસે પીડિતાના પિતાને કહ્યું હતું કે, "તમારી દિકરી કોઈની સાથે ભાગી ગઈ હશે." પરિવારનો આરોપ છે કે, તેમણે પોલીસને કહ્યું હતું કે, તેઓ તેમની દીકરીને શોધવા માટે ઓછામાં ઓછું ટોલ પ્લાઝા સુધી તો સાથે આવે, પરંતુ પોલીસે તેમની વાત સાંભળી ન હતી. તેમને સમગ્ર કેસ બીજા પોલીસ સ્ટેશનમાં લઈ જવા માટે જણાવ્યું હતું. પરિજનોના જણાવ્યા અનુસાર, રાત્રે 11 કલાકથી સવારે 3.00 કલાક સુધી પોલીસે કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરી ન હતી. એટલે કે જો પોલીસે સમયસર કાર્યવાહી હાથ ધરીહોત તો કદાચ હૈદરાબાદની નિર્ભયાનો જીવ બચાવી શકાયો હોત.