હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?

  • હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?
    હાથમાં નવજાત બાળક સાથેની પ્રિયંકા-નિકની તસવીર શું ઈશારો કરી રહી છે?

અમદાવાદ :અભિનેત્રી પ્રિયંકા ચોપરા અને નિક જોનાસે 1 ડિસેમ્બરના રોજ પોતાના લગ્નની એનવર્સરી સેલિબ્રેટ કરી હતી. આ પ્રસંગે સોશિયલ મીડિયા પર તેમના ફેન્સે તેઓને શુભેચ્છાઓ પાઠવી હતી. એક ફેને પ્રિયંકા અને નિકની એક તસવીર શેર કરી છે, જેમાં તેઓ બાળક સાથે દેખાઈ રહ્યા છે. બાળકના માથા પર નિક જોનાસ ચૂમી રહ્યો છે. જોકે, તમને જણાવી દઈએ કે આ તસવીર ફેક છે, અને તેમાં કોઈ હકીકત નથી. પરંતુ તેમ છતા લોકો આ ક્યુટ તસવીરને શેર કરી રહ્યા છે અને પસંદ કરી રહ્યાં છે. કેટલાક લોકો પ્રિયંકા અને નિકને આર્શીવાદ આપતા પણ નજર આવી રહ્યાં છે. નામના એકાઉન્ટથી નિક અને પ્રિયંકાની ફોટોશોપ તસવીર શેર કરાઈ છે. જેમાં લખાયું છે કે, મને મારા કલેક્શનમાં પ્રિયંકા અને નિકની આ તસવીર મળી છે. આ તસવીરની સાથે બંનેને લગ્નની એનિવર્સરીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ.