નલીયા-8, ભુજ-14, કંડલા-14.3, રાજકોટમાં 15 ડીગ્રી સાથે ઠંડીનું આક્રમણ

  • નલીયા-8, ભુજ-14, કંડલા-14.3, રાજકોટમાં 15 ડીગ્રી સાથે ઠંડીનું આક્રમણ
    નલીયા-8, ભુજ-14, કંડલા-14.3, રાજકોટમાં 15 ડીગ્રી સાથે ઠંડીનું આક્રમણ

રાજકોટ તા.2
સૌરાષ્ટ્ર-કચ્છમાં ગઇકાલે ફરીને પવનની દિશા બદલવા સાથે ઝડપથી ફૂંકાતા અનેક સ્થળે તાપમાનનો પારો ઉંચકાયા બાદ માત્ર 24 કલાકમાં જ કચ્છમાં ન્યુનતમ તાપમાનનો પારો સડસડાટ ઝડપે ઉતરતા નલીયામાં પ્રથમ પારો 8 ડિગ્રી સુધી નીતે ઉતર્યો હતો. તો ભૂજ, કંડલા, રાજકોટમાં પણ
પારો નીચે ઉતરતા ઠંડીની તીવ્રતા વધી હતી. જયારે સાગરકાંઠાના વિસ્તારમાં 18 થી 11 ડિગ્રી સુધી ઉંચા તાપમાને બફારો વધુ જોવા મળ્યો હતો. તો હાલમાં અરબી સમુદ્રમાં ચાલતી સીસ્ટમ હેઠળ મઘ્ય ગુજરાતમાં કોઇ સ્થળે ગઇકાલે માવઠા થયા બાદ આજે ધુમ્મસનું વાતાવરણ છવાઇ ગયું હતું. સૌરાષ્ટ્ર-કચ્છમાં ગયા સપ્તાહે વિધિવત રીતે અંતે નવેમ્બર મહિનાના અંતિમ સપ્તાહથી શિયાળાની ઠંડીએ વિધિવત આગમન કર્યુ હતું. અવિરત પણે ફૂંકાતા તેજ ગતિના ઉત્તર-પૂર્વના હિમાચ્છાદિત પવનની અસર હેઠળ લગભગ તમામ સ્થળે ન્યૂનતમ સાથે મહત્તમ તાપમાનનો પારો પણ ગગડયો હતો.
ગયા સપ્તાહના પ્રારંભમાં મિશ્ર ઋતુનો માહોલ જળવાઇ રહ્યો અને મોટા ભાગના સ્થળએ ન્યુનતમ તાપમાન 2 ડિગ્રી નજીક અને મહત્તમ તાપમાન 35 ડિગ્રી નોંધાયું હતું. જેથી લોકોને ફૂલગુલાબી ઠંડીનો અહેસાસ રાતથી સવારે મોડે સુધી થતો હતો. જયારે દિવસે ગરમી અને બફારાનો પણ અહેસાસ અવિરત થઇ રહ્યો હતો.
હવામાં મંગળવારથી જ પવનની દિશા બદલી હતી. વળી હિમાચલ પ્રદેશ, જમ્મુ કાશ્મીર, સીમલામાં પણ અવિરત બરફ વર્ષાની અસર અને પવન પણ ઉત્તર કે ઉત્તરપૂર્વનો શરૂ થતા હિમાચ્છાદિત પવનની અસર હેઠળ મહત્તમ તાપમાન ગગડવાનું શરૂ થયું હતું અને ગુરૂવારથી ઠંડીના દિવસો શરૂ થયા હતા.
સતત ત્રણ દિવસ સુધી અવિરત પણે પાંચથી 2પ કિ.મી. પ્રતિ કલાકની ઝડપે ફૂંકાતા તેજ ગતિના ઠંડીના પવનની અસર હેઠળ તાપમાનનો પારો ગગડતા કચ્છના રણ કાંઠાના ગામ નલીયામાં 2 થી 6 ડિગ્રી સુધી ન્યુનતમ અને મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાતા મોટાભાગના સ્થળે 1પ ડિગ્રી નીચે અને નલીયામાં એક આંકડામાં ન્યુનતમ તાપમાન પહોંચી જતા લોકોને કડકડતી ટાઢનો અનુભવ શરૂ થયો હતો. વળી શીતલહેરના દિવસ રાતના કારણે લોકોને હુંફ મેળવવા ગરમ વસ્ત્રો, તાપણા સહિતની વસ્તુનો સહારો અનિવાર્ય બન્યો હતો.
શનિવાર સુધી તીવ્ર ઠંડી સાથે નલીયામાં તો 9.9 ડિગ્રી સુધી પારો નીચે ઉતર્યા બાદ ગઇકાલે ફરીને પવન મંદ પડી ગયો હતો. વળી અરબી સમુદ્રમાં ઉત્પન્ન થયેલા લો પ્રેસરની અસર હેઠળ દક્ષિણ-ઉત્તર ગુજરાતમાં કેટલાક સ્થળે વરસાદી માહોલ સાથે છુટા-છવાયા હળવા ઝાપટા વરસી ગયા હતા. દાહોદ, વલસાડ સહિતના સ્થળે ફરી કમોસમી વરસાદ થયો હતો તો સૌરાષ્ટ્ર-કચ્છમાં પણ કેટલાક સ્થળે વાદળા ચડી આવ્યા હતા.
એટલું જ વાતાવરણમાં બદલાવ સાથે પવનની ગતિ પણ મંદ પડી જતા ગઇકાલે તમામ સ્થળે ફરીને ન્યુનતમ અને મહત્તમ તાપમાન ઉચકાયુ હતું. જેમાં નલીયામાં 10.પ ડિગ્રીને બાદ કરતા તમામ સ્થળે ન્યુનતમ તાપમાન 1પ ડિગ્રી ઉપર નોંધાયું હતું. વળી મહત્તમ તાપમાન પણ ઉંચકાઇને 3પ ડિગ્રી નજીક પહોંચી ગયું હતું. જો કે રાતથી ફરીને તેજ ગતિનો પવન ફરીને શરૂ થતાં આજે ફરી અનેક સ્થળે સવારે તાપમાનનો પારો પટકાયો હતો.
દરમિયાન સામાન્ય વઘધટ ચાલુ રહેતા ઠંડીના આક્રમણમાં નલીયા 8.0 ડિગ્રી સાથે રાજયમાં ઠંડુગાર બની રહ્યું હતું. તો કચ્છના ભૂજમાં 14.0, કંડલામાં 14.3, રાજકોટમાં 1પ.0, સુરેન્દ્રનગરમાં 16.8, ડિગ્રી ન્યુનતમ તાપમાન વચ્ચે ઠંડી ચાલુ રહી હતી. જો કે સાગરકાંઠાના શહેરોમાં ઠંડીના તાપમાનનો પારો 18 થી 2 ડિગ્રી વચ્ચે જળવાઇ રહ્યો હતો. તો લો પ્રેસરની અસર હેઠળ હવામાં ભેજનું પ્રમાણ વધતા દાહોદ સહિત ઉત્તર-મઘ્ય ગુજરાતમાં ધુમ્મસ પણ છવાયુ હતું.
રાજકોટ
રાજકોટમાં ગયા સપ્તાહના અંતિમ દિવસે પ્રથમવાર 14.પ ડિગ્રી સાથે કડકડતી નોંધાયા બાદ ફરીને ગઇકાલે તાપમાન ઉચકાયું હતું. જેમાં 1પ.4 ડિગ્રી સાથે ઠંડીની તીવ્રતા ઘટી હતી. વળી ગઇકાલે દિવસે પવન પણ પડી જતા દિવસે મહત્તમ તાપમાન પણ ઉંચકાઇને 30.પ ડિગ્રી સુધી ફરી પહોંચી જતા દિવસે લોકોને ગરમીનો અહેસાસ ઓછો થતો હતો. બાદ રાતથી ફરીને પવન શરૂ થતા આજે સવારે પારો ફરી સામાન્ય નીચે ઉતરીને 15 ડિગ્રી સુધી સ્થિર થયો હતો. હવામાં સવારે 77 ટકા ભેજ નોંધાયો હતો તો પવનની ઝડપ સરેરાશ 3 કિ.મી. પ્રતિ કલાક રહી હતી.
જામનગર
જામનગરમાં ઠંડીનું પ્રમાણ વધી રહ્યુ સાથે તાપમાનનો પારો નિચે તરફ સરકીને 16.5 ડીગ્રીએ સ્થિર થયો હતો.
જામનગરમાં સાંજ સવારે પૂરા થતા 24 કલાકમાં મહતમ તાપમાન 27.5 ડીગ્રી નોંધાયુ હતું તેમજ ભેજને પ્રમાણ 66 ટકા અને પવનની ઝડપ પ્રતી કલાક 25 થી 30 કિ.મી. ની રહી હતી.