માર્ટિન એચવેરીને ૬-૪, ૩-૬, ૬-૪થી હરાવ્યો
ફ્રાન્સ,તા.૮
જર્મનીના ઓલિમ્પિક ચેમ્પિયન એલેક્ઝાન્ડર ઝવેરેવે ફ્રેન્ચ ઓપન ૨૦૨૩ની સેમિફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે. તેણે બુધવારે ક્વાર્ટર ફાઈનલમાં ૨૨મી ક્રમાંકિત આર્જેન્ટિનાના ટોમસ માર્ટિન એચવેરીને ૬-૪, ૩-૬, ૬-૩, ૬-૪થી હરાવ્યો હતો. તેઓ સતત ત્રીજી વખત ટુર્નામેન્ટની સેમિફાઈનલમાં પ્રવેશ્યો છે.
ઝવેરેવની આ છઠ્ઠી ગ્રાન્ડ સ્લેમ સેમિફાઈનલ છે. ઝવેરેવ ગયા વર્ષે રાફેલ નડાલ સામે ફ્રેન્ચ ઓપનની સેમિફાઈનલમાં ઈજાગ્રસ્ત થયા બાદૃ ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગયો હતો. ઓલિમ્પિક ચેમ્પિયન ઝવેરેવનો મુકાબલો સેમિફાઈનલમાં નોર્વેના કેસ્પર રૂડ સામે થશે.
ગયા વર્ષે, સેમિફાઈનલ મેચના બીજા સેટની ૧૨મી રમતમાં, ઝવેરેવ નડાલનો શોટ પરત કરતી વખતે પડી ગયો હતો. જ્યાં તેને ખૂબ જ ઈજા થઈ હતી, બાદૃમાં તેણે ક્રેચના સહારે કોર્ટની બહાર જવું પડ્યું હતું.
કોર્ટમાંથી બહાર નીકળતી વખતે ઝવેરેવ પણ ભાવુક થઈ ગયો હતો, તેની આંખોમાં આંસુ હતા. ઝવેરેવ આ વર્ષે જાન્યુઆરીમાં ઓસ્ટ્રેલિયન ઓપનમાં ઈજામાંથી પાછો ફર્યો હતો, જ્યાં તે બીજા રાઉન્ડમાં હારી ગયો હતો. સર્બિયાના નોવાક જોકોવિચે ક્વાર્ટર ફાઈનલ મેચમાં રશિયાના કેરેન ખાચાનોવને હરાવ્યો હતો. આ જીત સાથે જોકોવિચ તેની કારકિર્દૃીની ૪૫મી સેમિફાઈનલમાં પહોંચી ગયો છે. કેરેને જોકોવિચને બરાબરીની લડત આપી હતી. કેરેને મેચનો પ્રથમ સેટ ૬-૪થી જીતી લીધો હતો.
જે બાદૃ જોકોવિચે મેચ જીતવામાં વધુ સમય ન લીધો અને છેલ્લા ત્રણ સેટ ૭-૬, ૬-૨, ૬-૪થી જીતી લીધા. હવે તે ફ્રેન્ચ ઓપન જીતવાથી માત્ર ૨ મેચ દૃૂર છે.