ફૂટબોલ ફેન્સને પ્રેક્ષકોના ‘બનાવટી’ અવાજ સામે વાંધો

કોરોના વાઇરસના ફેલાવાને પગલે વિશ્ર્વભરમાં મહિનાઓથી ખેલકૂદની સ્પર્ધાઓ મોકૂફ રહી હતી, પણ હવે ધીરે-ધીરે અમુક દેશોમાં મેચો રમાવા લાગી છે. જોકે, મોટા ભાગે ખાલી સ્ટેડિયમોમાં જ આ મેચો રમાય છે અને ટીવી-દર્શકો માટે એ મેચો રોમાંચિત બનાવી શકાય એ
હેતુથી મેચોના પ્રસારણમાં પ્રેક્ષકોના નકૃત્રિમ અવાજથ જોડવામાં આવે છે અને એ રીતે મેચોને રોમાંચક બનાવાય છે.
જોકે, ફૂટબોલની રમતનાચાહકોના કેટલાક જૂથના સંગઠને પ્રેક્ષકોના આવા પ્રકારના નબનાવટી અવાજથ સામે વિરોધ નોંધાવ્યો છે. ઇંગ્લિશ પ્રીમિયર લીગ તથા યુરોપની સૌથી મોટી સ્પર્ધાને ટાંણે આ સોકરપ્રેમીઓએ ઓપન લેટરમાં લખ્યું છે કે નસ્ટેડિયમોમાં ચાહકોની જે હાજરી રહેતી હોય એ કોઈ કમ્પ્યૂટરની તરકીબથી સરભર ન થઈ શકે. આવું કરવાનો અર્થ મેચ જોવા જતા ખરા પ્રેક્ષકોની મજાક ઉડાડવા સમાન કહેવાય.

રિલેટેડ ન્યૂઝ