MS ધોનીએ શરૂ કરી ઓર્ગેનિક ખેતી, વાવણી કરતા જોવા મળ્યા

નવી દિલ્હી : ભારતને બે વર્લ્ડ કપ અપાવનાર પૂર્વ કપ્તાન એમએસ ધોની ક્રિકેટથી દૂર ખેતીમાં વ્યસ્ત છે. આ મહિને તેમણે આઠ લાખનું ટ્રેક્ટર ખરીદ્યુ હતું અને હવે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા તેમનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. ધોની ગત વર્ષે ઈંગ્લેન્ડમાં થયેલા વર્લ્ડ કપ બાદથી જ ક્રિકેટથી દૂર છે અને આ વર્ષે તેમના કરિયરનું અંતિમ વર્ષ માનવામાં આવી રહ્યું છે. આ બાજુ ફેન્સ મેદાન પર ધોનીની વાપસીની રાહ જોઈ રહ્યા છે, તો ધોનીનું ધ્યાન પોતાની ઉપજ વધારવા પર છે.

આ વર્ષે આઈપીએલ દ્વારા મેદાનમાં તેમની વાપસી પણ થવાની હતી. ધોનીએ ટ્રેનિંગ પણ શરૂ કરી દીધી હતી. પરંતુ કોરોના વાયરસના કારણે આઈપીએલને સ્થગિત કરી દેવામાં આવી. પૂર્વ કપ્તાન ધોની લોકડાઉનમાં પોતાના ફાર્મ હાઉસ પર પરિવાર સાથે સમય વિતાવી રહ્યો છે. આ દરમિયાન તેણે લગભગ 8 લાખનું ટ્રેક્ટર પણ ખરીદ્યું. આ સમયમાં આવેલા એક રિપોર્ટ અનુસાર, ધોની ઓર્ગેનિક ખેતી શરૂ કરવાની યોજના બનાવી રહ્યો છે, અને હવે તે ખેતરમાં પણ જોવા મળી રહ્યા છે. સોશિયલ મીડિયા પર ધોનીની કેટલીક તસવીરો વાયરલ થઈ રહી છે, જેમાં તે હાથમાં બીજ લઈને ઉભેલા દેખાય છે. તો સાથે ખેતરમાં ટ્રેક્ટર ચલાવતા પણ જોવા મળી રહ્યા છે.

રિલેટેડ ન્યૂઝ