સ્ટોક્સ બેવડી સદી ભણી

સ્ટાર ઓલરાઉન્ડર બેન સ્ટોકસના 172 અને ઓપનર ડોમ સિબલેની 120 રનની સદીની મદદથી બીજા ટેસ્ટમાં ઇંગ્લેન્ડે વેસ્ટ ઇન્ડિઝ વિરુદ્ધ મજબૂત સ્થિતિ બનાવી હતી. આજે મેચના બીજા દિવસે ચાના સમયે ઇંગ્લેન્ડના 5 વિકેટે 378 રન થયા હતા. ત્યારે સ્ટોકસ તેની બીજી બેવડી સદી તરફ આગળ ધપી રહ્યો હતો. તે 349 દડામાં 17 ચોકકા અને 2 છગ્ગાથી 172 રને રમતમાં હતો. બટલર 12 રને ક્રિઝ પર હતો. જયારે સિબલી 372 દડામાં 120 રન કરીને આઉટ થયો હતો. આ બન્ને વચ્ચે ત્રીજી વિકેટમાં 260 રનની ભાગીદારી થઇ હતી. વેસ્ટ ઇન્ડિઝ તરફથી સ્પિનર રોસ્ટન ચેઝે 106 રનમાં 4 વિકેટ લીધી હતી. કોરોના મહામારી વચ્ચે આ ટેસ્ટ સિરિઝ ખાલી સ્ટેડિયમમાં આઇસીસીની નવી ગાઇડ લાઇન્સ સાથે રમાઇ રહી છે.

રિલેટેડ ન્યૂઝ