આઇપીએલ 2020: હૈદ્ર્રાબાદ સામે સુપર ઓવરમાં કોલકતાની જીત

(પ્રતિનિધિ દ્વારા)
અબુધાબી તા. 18
આજે ઈન્ડિયન પ્રીમિયર લીગની 13મી સીઝનની 35મી મેચ અબુ ધાબી ખાતે સનરાઈઝર્સ હૈદરાબાદ અને કોલકાતા નાઇટરાઈડર્સ વચ્ચે રમાઈ. હૈદરાબાદે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવા નિર્ણય કર્યો. કોલકાતાએ પહેલા બેટિંગ કરી 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા છે. જ્યારે લક્ષ્યનો પીછો કરતા હૈદરાબાદે પણ 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવી 163 રન બનાવ્યા. આમ, મેચ સુવર ઓવરમાં ફેરવાઈ. સુપર ઓવરમાં કોલકાતાએ આ મેચ જીતી.
પહેલા બેટિંગ કરી કોલકાતાની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતી. કોલકાતાની શરૂઆત સારી થઈ હતી. ઓપનર બેટ્સમેન શુભમન ગિલ અને રાહુલ ત્રિપાઠીએ પહેલી વિકેટ માટે 48 રનની ભાગીદારી કરી. કોલકાતાની પહેલી વિકેટ તરીકે રાહુલ ત્રિપાઠીની વિકેટ પડી. તેણે 16 બોલમાં 23 રન બનાવ્યા. જેમાં 2 ચોગ્ગા અને 1 છગ્ગો સામેલ છે. રાહુલને ટી નટરાજને બોલ્ડ કર્યો. ત્યાર બાદ શુભમન ગિલ આઉટ થયો. ગિલે 37 બોલમાં 36 રન બનાવ્યા. જેમાં 5 ચોગ્ગા સામેલ છે. ગિલની વિકેટ રાશિદ ખાને લીધી.
ગિલ બાદ કોલકાતાને નીતીશ રાણા તરીકે ત્રીજો ઝટકો લાગ્યો. રાણાએ 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 20 બોલમાં 29 રન બનાવ્યા. રાણાને વિજય શંકરે પ્રીયમ ગર્ગના હાથે કેચ આઉટ કરાવ્યો. ત્યાર પછી આંદ્રે રસલેની વિકેટ પડી. રસલે એકવાર ફરી ફેન્સને નિરાશ કર્યા. રસેલ 11 બોલમાં માત્ર 9 રન બનાવી આઉટ થયો. રસેલની વિકેટ ટી નટરાજને લીધી. કેપ્ટન મોર્ગન ઇનિંગની છેલ્લી બોલે આઉટ થયો. તેણે 3 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 23 બોલમાં 34 રન બનાવ્યા. મોર્ગનની વિકેટ થંપીએ લીધી. જ્યારે દિનેશ કાર્તિક અંત સુધી અણનમ રહ્યો. કાર્તિકે 14 બોલમાં 29 રન બનાવ્યા. મોર્ગન અને કાર્તિક વચ્ચે 58 રનની પાર્ટનરશિપ થઈ. આમ, કોલકાતાએ 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 163 રન બનાવ્યા હતા.
હૈદરાબાદની બોલિંગની વાત કરીએ તો આજે સૌથી સારું પ્રદર્શન સંદિપ શર્મા, વિજય શંકર, રાશિદ ખાન અને ટી નટરાજનનું રહ્યું. સંદિપે 4 ઓવરમાં 6.80ની સરેરાશથી માત્ર 27 રન આપ્યા. જોકે, તે વિકેટ લેવામાં સફળ ન થયો. જ્યારે વિજય શંકરે 4 ઓવરમાં માત્ર 20 આપીને 1 વિકેટ લીધી. રાશિદ ખાને પણ 4 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ ઝડપી. જ્યારે ટી નટરાજને 4 ઓવરમાં 40 રન આપીને 2 વિકેટ લીધી. બાસિલ થાંપીએ પણ 4 ઓવરમાં 46 રન ખર્ચીને 1 વિકેટ પોતાના નામે કરી. હૈદરાબાદને મેચ જીતવા 164 રનનો ટાર્ગેટ મળ્યો છે.
કોલકાતાને મેચ જીતવા માત્ર 3 રનનો ટાર્ગેટ મળ્યો હતો. કોલકાતા તરફથી સુપર ઓવર રમવા દિનેશ કાર્તિક અને કેપ્ટન મોર્ગને ઓપનિંગ કરી હતી. જ્યારે હૈદરાબાદે સુપર ઓવરની જવાબદારી રાશિદ ખાનને આપી હતી. કોલકાતાએ સુપરમાં 3 રન બનાવીને મેચ પોતાના નામે કરી હતી. પોઈન્ટ ટેબલની વાત કરીએ તો આ મેચ બાદ કોલકાતા 4 ક્રમે જ્યારે હૈદરાબાદ 5માં નંબરે આવ્યું છે.

રિલેટેડ ન્યૂઝ