સુપર ઓવર: મુંબઈએ આપેલા 12 રનના ટાર્ગેટને પંજાબે 4 બોલમાં ચેઝ કર્યો

આઈપીએલમાં પહેલીવાર સુપર ઓવર ટાઈ થયા બાદ બીજી સુપર ઓવરથી નિર્ણય આવ્યો

(પ્રતિનિધિ દ્વારા)
દુબઈ, તા.18
આઈપીએલ 2020ની 36મી મેચમાં મુંબઈ ઇન્ડિયન્સ સામે 177 રનનો પીછો કરતા કિંગ્સ ઇલેવન પંજાબે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન કર્યા હતા. પંજાબને છેલ્લી ઓવરમાં 9 રનની જરૂર હતી, પરંતુ બોલ્ટે કરવા દીધા નહોતા. મેચ ટાઇ
થઈ હતી. આઈપીએલના ઇતિહાસમાં પહેલીવાર એવું થયું કે, એક જ દિવસે બે સુપર ઓવર રમાઈ હતી.
લોકેશ રાહુલ સતત ત્રણ સીઝનમાં 500થી વધુ રન કરનાર પ્રથમ ભારતીય પ્લેયર બન્યો છે. રાહુલે 2018માં 659, 2019માં 593 અને ચાલુ સીઝનમાં 509* રન કર્યા છે. વિદેશી ખેલાડીઓમાં ડેવિડ વોર્નરે સતત 4 સીઝનમાં 500થી વધુ રન બનાવ્યા છે. વોર્નરે આ સિદ્ધિ 2014થી 2017 દરમિયાન 500 રનનો આંક વટાવીને મેળવી હતી. જ્યારે ક્રિસ ગેલે 2011થી 2013 દરમિયાન સતત 3 સીઝનમાં 500થી વધુ રન કર્યા હતા.
નિકોલસ પૂરન જસપ્રીત બુમરાહની બોલિંગમાં ફાઈન લેગ પર કુલ્ટર નાઇલના હાથે કેચ આઉટ થયો. તેણે 12 બોલમાં 2 ફોર અને 2 સિક્સની મદદથી 24 રન કર્યા હતા. તે પછી ગ્લેન મેક્સવેલ શૂન્ય રને ચહરની બોલિંગમાં સ્લીપમાં રોહિતના હાથે કેચ આઉટ થયો હતો.
ક્રિસ ગેલ રાહુલ ચહરની બોલિંગમાં લોન્ગ-ઓફ પર ટ્રેન્ટ બોલ્ટના હાથે કેચ આઉટ થયો હતો. તેણે 21 બોલમાં 1 ફોર અને 2 સિક્સની 24 રન કર્યા હતા. અગાઉ ઓપનર મયંક અગ્રવાલ 11 રને જસપ્રીત બુમરાહની બોલિંગમાં બોલ્ડ થયો.
મુંબઈ ઇન્ડિયન્સે કિંગ્સ ઇલેવન પંજાબ સામે દુબઇ ખાતે 20 ઓવરમાં 6 વિકેટે 176 રન કર્યા છે. ઇન્ડિયન્સ માટે વિકેટકીપર ડી કોકે પોતાનું શાનદાર ફોર્મ જાળવતા રાખતા સર્વાધિક 53 રન કર્યા. જ્યારે 119 રનમાં 6 વિકેટ ગુમાવ્યા બાદ કાયરન પોલાર્ડ અને કુલ્ટર નાઇલે અંતે 21 બોલમાં 57* રનની ભાગીદારી કરીને ટીમને મજબૂત ટોટલ સુધી પહોંચાડી હતી. પોલાર્ડે 12 બોલમાં 34 અને કુલ્ટર નાઇલે 12 બોલમાં 24 રન કર્યા.
પંજાબ માટે મોહમ્મદ શમી અને અર્શદીપ સિંહે 2-2, જ્યારે રવિ બિશ્નોઇ અને ક્રિસ જોર્ડને 1-1 વિકેટ લીધી.
ડી કોકે મુંબઈ માટે સતત ત્રીજી મેચમાં ફિફટી મારી, આવું કરનાર તે સચિન તેંડુલકર પછી બીજો ખેલાડીઓ બન્યો છે. સચિને 2010માં મુંબઈ વતી રમતા આ સિદ્ધિ મેળવી હતી. ડી કોકે આ મેચ પહેલા કોલકાતા સામે 78 અને દિલ્હી સામે 53 રન કર્યા હતા. ડી કોક જોર્ડનની બોલિંગમાં ડીપ મિડવિકેટ પર અગ્રવાલે તેનો કેચ કર્યો. ડી કોકે 43 બોલમાં 3 ફોર અને 3 સિક્સની મદદથી 53 રન કર્યા હતા. મુંબઈનો કપ્તાન રોહિત શર્મા 9 રને અર્શદીપ સિંહની બોલિંગમાં બોલ્ડ થયો હતો. જ્યારે ઇશાન કિશન 7 રને અર્શદીપની બોલિંગમાં થર્ડ મેન પર અશ્વિન દ્વારા કેચ આઉટ થયો હતો. જ્યારે સૂર્યકુમાર યાદવ શૂન્ય રને શમીની બોલિંગમાં મીડવિકેટ પર અશ્વિનના હાથે કેચ આઉટ
થયો હતો.

અગાઉ દિવસની શરૂઆતમાં મુંબઈ ઇન્ડિયન્સે ટોસ જીતીને બેટિંગ લીધી હતી. મુંબઈ અને પંજાબ બંનેએ પોતાની પ્લેઈંગ 11માં કોઈ ફેરફાર કર્યો નથી.

રિલેટેડ ન્યૂઝ