આઇપીએલ ૨૦૨૦: બેંગ્લોર સામે ચેન્નાઇનો ૮ રને શાનદાર વિજય

ચેન્નાઇ તરફથી જીતનો હીરો ઋતુરાજ ગાયકવાડ ૫૧ બોલમાં ૬૫ રન બનાવ્યા

(પ્રતિનિધી દ્વારા) દુબઇ તા. ૨૧
દુબઈ ઇન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં આજે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને ચેન્નઈ સુપર કિંગ્સ વચ્ચે રમાયેલી મેચમાં ચેન્નાઈનો ૮ વિકેટે શાનદાર વિજય થયો છે. બેંગલોરે ટોસ જીતીને બેટિંગ પસંદ કરી હતી. પહેલા બેટિંગ કરતા છઈઇએ ૨૦ ઑવરમાં ૬ વિકેટે ૧૪૫ રન બનાવ્યા હતા. ૧૪૬ રનના પડકારનો પીછો કરવા ઉતરેલી ચેન્નાઈએ ૧૮.૪ ઑવરમાં ૨ વિકેટે લક્ષ્યાંક પાર પાડ્યો. ચેન્નઈ તરફથી જીતનો હીરો ઋતુરાજ ગાયકવાડ રહ્યો જેણે ૫૧ બોલમાં ૬૫ રન બનાવ્યા હતા.
આ પહેલા બેંગલોરની બેટિંગ ઘણી જ ધીમી રહી અને ડિવિલિયર્સ અને કોહલી જેવા ધુરંધરોએ પણ ગોકળગાયની માફક રન બનાવ્યા. ડિવિલિયર્સે ૩૬ બોલમાં ૩૯ તો વિરાટ કોહલીએ ૪૨ બોલમાં ૫૦ રન બનાવ્યા હતા. આ ઉપરાંત દેવદત્ત પડ્ડીકલે ૨૧ બોલમાં ૨૨, ફિંચે ૧૧ બોલમાં ૧૫ રન બનાવ્યા હતું. ચેન્નાઈ તરફથી ડુ પ્લેસિસ
૨૫, અંબાતિ રાયડૂ ૩૯ અને એમ.એસ. ધોનીએ ૧૯ રનનું યોગદાન આપ્યું હતું.
ચેન્નઈ તરફથી શાનદાર બોલિંગ કરતા સેમ કરને સૌથી વધુ ૩ વિકટ ઝડપી હતી. આ ઉપરાંત દીપક ચહરે ૨ અને મિચેલ સેન્ટનરે ૧ વિકેટ ઝડપી હતી.
બેંગલોરે પોતાની ટીમમાં ફક્ત એક બદલાવ કર્યો છે હતો. ઇસુરુ ઉદાનાની જગ્યાએ મોઈન અલીને ટીમમાં સામેલ કર્યો હતો. તો ચેન્નઈએ મોનૂ સિંહ અને મિશેલ સેન્ટનરને ટીમમાં જગ્યા આપી હતી. જ્યારે શાર્દૂલ ઠાકુર અને જોશ હેઝલવૂડને બહાર કર્યા હતો.

રિલેટેડ ન્યૂઝ