ભારતનો 8મો ખેલાડી ઘાયલ: બૂમરાહ આઉટ

ભારતનો 8મો ખેલાડી ઘાયલ: બૂમરાહ આઉટ
(પ્રતિનિધિ દ્વારા) સિડની તા. 12
ઓસ્ટ્રેલિયાના પ્રવાસે ગયેલી ટીમ ઈન્ડિયાએ 15 જાન્યુઆરીથી બ્રિસ્બેનમાં થનારી ચોથી અને અંતિમ ટેસ્ટ રમવાની છે. એના પ્રથમ પ્લેઈંગ-11ને લઈને મુશ્કેલી સર્જાઈ છે. જસપ્રીત બુમરાહ 8મો એવો ખેલાડી છે, જે આ પ્રવાસ દરમિયાન ઈજાગ્રસ્ત થવાથી બહાર થયો છે. બુમરાહને પેટના નીચેના હિસ્સાની માંસપેશી(એબ્ડોમિનલ સ્ટ્રેન)માં ખેંચાણ છે. જ્યારે હનુમા વિહારીને હેમસ્ટ્રિંગમાં ખેંચાણ અને રવીન્દ્ર જાડેજાના અંગૂઠામાં ફ્રેકચર છે. વિહારી અને જાડેજા પહેલા જ બ્રિસ્બેન ટેસ્ટમાંથી બહાર થઈ ચૂક્યા છે. બુમરહાની જગ્યાએ ટી. નટરાજન અને જાડેજાની જગ્યાએ શાર્દૂલ ઠાકુરને ટીમમાં સામેલ કરવામાં આવી શકે છે. બીજી તરફ, ઋષભ પંતની ડાબી કોણીમાં ઈજા પહોંચી છે. આ કારણે તેને એક સ્પેશિયાલિસ્ટ બેટ્સમેન તરીકે સામેલ કરી શકાય છે. ઋદ્ધિમાન સાહા સ્પેશિયાલિસ્ટ વિકેટકીપર તરીકે ટીમમાં આવી શકે છે.

રિલેટેડ ન્યૂઝ