IPL 2021: સ્ટીવ સ્મિથ, ભજજી, જાધવ, વિજય અને ચાવલા ‘રિલીઝ’

(પ્રતિનિધિ દ્વારા) મુંબઇ તા. 20
ઇન્ડિયન પ્રીમિયર લીગ (ઈંઙક)ની 14મી સીઝન માટે બધી ટીમોએ ખેલાડીઓને રિટેન અને રિલીઝ કરવાની પ્રોસેસ શરૂ કરી દીધી છે. તેની લિસ્ટ સોંપવાની છેલ્લી તારીખ પણ આજની જ છે. અત્યાર સુધી મળેલી અપડેટ્સ પ્રમાણે રાજસ્થાન રોયલ્સે કેપ્ટન સ્ટીવ સ્મિથને રિલીઝ કરી દીધો છે. સુપરકિંગ્સની ટીમે કેદાર જાધવ, પિયુષ ચાવલા, હરબજન સિંહ અને મુરલી વિજયને રિલીઝ કરી દીધા છે.
જ્યારે ઈજઊંએ સુરેશ રૈનાને રિટેન કર્યો છે. બીજી તરફ, દિલ્હી કેપિટલ્સની ટીમે ઓલરાઉન્ડર માર્કસ સ્ટોઈનિસને રિટેન કર્યો છે.
નોંધનીય છે કે હરભજન સિંહનો કરાર સમાપ્ત થઈ ગયો હતો. જેને ટીમે આગળ વધાર્યો નથી. આ વખતે લીગમાં 8 ટીમો જ હશે.
મિની ઓક્શન 11 ફેબ્રુઆરીના રોજ થઈ શકે છે. 2022ની સીઝનમાં બે ટીમો વધશે.
40 વર્ષીય હરભજન ઈંઙક 2020માં વ્યક્તિગત કારણોસર રમ્યો નહોતો. ગઈ સીઝન કોરોના મહામારીને લીધે ઞઅઊમાં રમાઈ હતી.
હરભજન સિંહને ચેન્નઈ સુપરકિંગ્સે ઈંઙક 2018માં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. મુંબઈની ટીમનો ભાગ રહેલા હરભજનની બેસ પ્રાઈઝ (2 કરોડ) રૂપિયા હતી. ચેન્નઈએ તેને બેસ પ્રાઈઝમાં ખરીદ્યો હતો. ભજ્જીએ ઈજઊં માટે 2018માં 13 મેચમાં 7 વિકેટ અને 2019માં 11 મેચમાં 16 વિકેટ ઝડપી હતી.
તેણે ટ્વીટ કર્યું હતું કે ચેન્નઈ સુપર સાથે મારો કરાર પૂરો થયો છે. આ ટીમ સાથે રમવાનો એક મોટો અનુભવ હતો. સુંદર યાદો અને કેટલાક અદ્ભુત મિત્રો કે જે મને આગામી વર્ષોમાં યાદ રહેશે.
ચેન્નઈ સુપરકિંગ્સ મેનેજમેન્ટ, સ્ટાફ અને ચાહકોનો આભાર …બે શાનદાર વર્ષ.. ઓલ ધ બેસ્ટ…

રિલેટેડ ન્યૂઝ