IPLમાં સ્ટાર્સના કલ્પનાતિત ‘ભાવ’

બેસ પ્રાઇસ કરતાં
22 ગણી કિંમતે 16.25 કરોડમાં વેંચાયો ક્રિસ મોરિસ
ભાવનગરના ટેમ્પો ચાલકનો પુત્ર ચેતન સાકરિયા 1.2 કરોડમાં ખરીદાયો

(પ્રતિનિધિ દ્વારા)
નવી દિલ્હી તા. 18
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 14મી સીઝન માટે મિની ઓક્શન શરૂ થઈ ગયું છે. ક્રિસ મોરિસ IPL)ના ઇતિહાસનો સૌથી મોંઘો ખેલાડી બન્યો છે. તેને રાજસ્થાન રોયલ્સે 16.25 કરોડમાં ખરીદ્યો છે. અગાઉ 2015માં યુવરાજ સિંહને દિલ્હીએ 16 કરોડમાં ખરીદ્યો હતો. ગુજરાતના બેટ્સમેન રીપલ પટેલને દિલ્હી કેપિટલ્સે 20 લાખમાં ખરીદ્યો.
પંજાબની ટીમે તમિલનાડુના બેટ્સમેન શાહરૂખ ખાનને પોતાની ટીમમાં લીધો છે. 20 લાખની બેસ પ્રાઇસ ધરાવતાં શાહરુખને પ્રીતિ ઝિન્ટાની ટીમે 5.25 કરોડમાં ખરીદ્યો છે. શાહરુખે તાજેતરમાં સૈયદ મુસ્તાક અલીમાં સારો દેખાવ કર્યો હતો. તેણે આક્રમક બેટિંગ કરતાં 220ની સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી.
કર્ણાટકનો કે. ગૌથમ લીગના ઇતિહાસનો સૌથી મોંઘો કેપ્ડ પ્લેયર બન્યો છે. તેને 9.75 કરોડમાં ચેન્નાઈ સુપરકિંગ્સે ખરીદ્યો છે. અગાઉ સૌથી મોંઘા અનકેપ્ડ પ્લેયરનો રેકોર્ડ કૃણાલ પંડ્યાના નામે હતો. તેને 2018માં મુંબઈ ઇન્ડિયન્સે 8.80 કરોડમાં ખરીદ્યો હતો.
પંજાબે માત્ર 9 ઝ-20 ઇન્ટરનેશનલનો અનુભવ ધરાવતાં ઓસ્ટ્રેલિયન ફાસ્ટ બોલર જાઈ રિચાર્ડસનને 14 કરોડમાં ખરીદ્યો છે. રિચાર્ડસને ઇન્ટરનેશનલ ઝ-20માં માત્ર 9 વિકેટ લીધી છે. જોકે, તે આ વખતે ઓસ્ટ્રેલિયન ઝ-20 લીગમાં હાઈએસ્ટ વિકેટ ટેકર હતો. તેણે 17 મેચમાં 29 વિકેટ ઝડપી હતી.
દિલ્હી કેપિટલ્સની ટીમે ફાસ્ટ બોલર ઉમેશ યાદવને 1 કરોડમાં ખરીદ્યો છે. જ્યારે ઓફ-સ્પિનર હરભજન સિંહ અનસોલ્ડ ગયો છે. તેના માટે ઓક્શનમાં કોઈએ બોલાવી લગાવી નહોતી. તો લેગ સ્પિનર પિયુષ ચાવલાને મુંબઈ ઇન્ડિયન્સે 2.4 કરોડમાં ખરીદ્યો છે.
ગ્લેન મેક્સવેલને રોયલ ચેલેન્જર્સ બેંગલોરે 14.25 કરોડ રૂપિયામાં ખરીદ્યો. તેણે ગઈ સીઝનની 13 મેચમાં કિંગ્સ ઇલેવન પંજાબ માટે 15.42ની એવરેજથી 108 રન કર્યા હતા. એકપણ સિક્સ મારી શક્યો નહોતો. જ્યારે ચેન્નઈ સુપરકિંગ્સે ઇંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઇન અલીને 7 કરોડમાં ખરીદ્યો છે.
ડિફેન્ડિંગ ચેમ્પિયન્સ મુંબઈ ઇન્ડિયન્સે ન્યૂઝીલેન્ડના ફાસ્ટ બોલર એડમ મિલનેને પોતાની ટીમમાં લીધો છે. મુંબઈએ 3.2 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો છે.
ઓલરાઉન્ડર શિવમ દુબે ગઈ સીઝનમાં રોયલ ચેલેન્જર્સ બેંગલોર માટે રમતો હતો. તેને રાજસ્થાન રોયલ્સે 4.4 કરોડમાં ખરીદ્યો છે.
કરુણ નાયરથી ઓક્શનની શરૂઆત થઈ. કોઈએ તેને ખરીદ્યો નહીં અને તે અનસોલ્ડ ગયો. તે પછી એલેક્સ હેલ્સ, જેસન રોય, ઇન્ડિયન ટેસ્ટ સ્પેશિયાલિસ્ટ હનુમા વિહારી અને કાંગારું કપ્તાન આરોન ફિન્ચ પણ અનસોલ્ડ ગયા હતા.
ઓસ્ટ્રેલિયાના પૂર્વ કપ્તાન સ્ટીવ સ્મિથને દિલ્હી કેપિટલ્સની ટીમે 2.20 કરોડમાં ખરીદ્યો છે. તેના માટે બેંગલોરે પણ બોલાવી લગાવી હતી. જોકે અંતે બાજી દિલ્હીએ મારી હતી.

રિલેટેડ ન્યૂઝ