ભારતે ન્યુઝીલેન્ડને 7 વિકેટે હરાવ્યું: શ્રેણીમાં 2-0થી આગળ

(પ્રતિનિધિ દ્વારા) રાચી તા.19
ન્યુઝીલેન્ડ અને ભારત વચ્ચે આજે રાચીના સ્ટેડીયમ ખાતે બીજી ટી-20 મેચ રમાઈ હતી. જેમાં ભારતે 7 વિકેટે શાનદાર વિજય મેળવી લીધો હતો અને શ્રેણીમાં 2-0થી આગળ છે. ન્યૂઝીલેન્ડે તેના દાવમાં 6 વિકેટના ભોગે 153 રન કર્યા હતા. જેની સામે ભારતીય ટીમે 17.2 ઓવરમાં 3 વિકેટના ભોગે જ 155 રન કરીને વિજય મેળવી લીધો હતો.
ન્યુઝીલેન્ડની ટીમે 153 રન કર્યા હતા. જેમાં ફિલિપ્સે 21 દડામાં એક ચોગ્ગા અને 3 છગ્ગા સાથે 34 રન, મિશેલે 28 દડામાં 3 ચોગ્ગા સાથે 31 રન તો લામાર્ટિને પણ 15 દડામાં 3 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે 31 રન કર્યા હતા. માર્ક ચેપમેને 17 દડામાં 3 ચોગ્ગા સાથે 21 રન નોંધાવ્યા હતા.
ભારતીય બેટધરો 154 રનના લક્ષ્ય સાથે મેદાનમાં ઉતર્યા હતા અને ત્રણ વિકેટના ભોગે 155 રન કર્યા હતા. જેમાં કે.એલ.રાહુલે 49 દડામાં 6 ચોગ્ગા અને 2 છગ્ગા સાથે શાનદાર 65 રન, રોહિત શર્માએ 36 દડામાં એક ચોગ્ગા અને 5 છગ્ગા સાથે 55 રન તો વેંકટેશ અય્યરે તેમજ રિષભ પંતે 12-12 રન કર્યા હતા.

રિલેટેડ ન્યૂઝ