સીબીઆઇએ રૂા.૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યુ

સાયબર ફ્રોડ ગુનેગારો વિરૂધ્ધ મોટુ ઓપરેશન

લોન-નોકરીની લાલચ આપી ૫૮ કંપનીઓ લોકોન્ો ઠગતી હતી:અન્ોક ફરિયાદૃો મળેલી

કેન્દ્રીય તપાસ એન્જસી (ઝ્રમ્ૈં)એ સાયબર ફ્રોડ ગુનેગારો વિરુદ્ધનું મોટું ઓપરેશન પાર પાડી ૧૦૦૦ કરોડનું કૌભાંડ ઝડપી પાડ્યું છે. સીબીઆઈએ દૃેશ અને વિદૃેશી સંચાલીત થતા આ નેટવર્કનો ખુલાસો કરી ચાર વિદૃેશી નાગરિક સહિત ૧૭ આરોપીઓ વિરુદ્ધ ચાર્જશીટ દૃાખલ કરી છે. એજન્સીએ ૬ રાજ્યોમાં ૨૭ ઠેકાણાઓ પર દૃરોડા પાડ્યા હતી, જેમાં ૫૮ કંપનીઓ સામે કાર્યવાહી કરવામાં આવી છે. તપાસમાં સાયબર નેટવર્ક દ્વારા ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુની ગેરકાયદૃે રકમની દૃેશ-વિદૃેશમાં હેરાફેરી થઈ હોવાનું પણ સામે આવ્યું છે.
રિપોર્ટ મુજબ, આ કૌભાંડ દૃેશના અનેક રાજ્યોમાં ફેલાયેલું હતું અને ઓનલાઈનથી હજારો સામાન્ય નાગરિકોને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા. આરોપીઓ સામાન્ય નાગરિકોને ભ્રામક લોન એપ, નકલી રોકાણ યોજના, પોન્ઝી સ્કીમ, નકલી પાર્ટટાઈમ જોબ ઓફર અને ઓનલાઈન ગેિંમગ પ્લેટફોર્મથી છેતરીને રૂપિયા પડાવતા હતા.
અગાઉ સાયબર ફ્રોડની અનેક ફરિયાદૃો સામે આવી હતી, ત્યારબાદૃ સીબીઆઈએ ઊંડાણપૂર્વક તપાસ કરી પીડિતના ખાતામાંથી ઠગો પહોંચતા નાણાંનું નેટવર્ક, ગુનેગારોની ડિજિટલ નિશાની, ફ્રોડ નેટવર્ક્સ દ્વારા ઉપયોગમાં લેવાતા પેમેન્ટ ગેટવે અને માર્ચન્ટ આઈડી સહિતની તપાસ કરતા તેમાં અનેક સમાનતા જોવા મળી હતી. ત્યારબાદૃ સીબીઆઈએ ઓક્ટોબર-૨૦૨૫માં સાયબર ફ્રોન મામલે ત્રણ મુખ્ય ભારતીય સાથીદૃારોની ધરપકડ કરી હતી. તેઓની પૂછપરછમાં અનેક ખુલાસા થયા બાદૃ સીબીઆઈએ તપાસ વધુ તેજ બનાવી દૃીધી હતી.
સીબીઆઈની તપાસ મુજબ, સાયબર ફ્રોડો લોકોને છેતરવા માટે હાઈ-ટેક ટેકનોલોજીનો ઉપયોગ કરતા હતા. તેઓ ગુગલ એડ્સ, બલ્ક જીસ્જી કેમ્પેઈન, સીમ-બોક્સથી મોકલાતા મેસેજ સિસ્ટમ, ક્લાઉડ ઈન્ફ્રાસ્ટ્રક્ચર, અનેક મ્યૂલ બેંક એકાઉન્ટ્સનો ઉપયોગ કરતા હતા. કૌભાંડના માસ્ટર માઈન્ડોની ઓળખ છુપાયેલી રહે અને કાયદૃાકીય એજન્સીઓના હાથે પણ ન લાગે તે માટે સાયબર ફ્રોડો હાઈટેક યોજના પર કામ કરી રહૃાા હતા.
તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે, ‘સાયબર ફ્રોડ નેટવર્ક હેઠળ ૧૧૧ બનાવટી કંપનીઓ બનાવવામાં આવી હતી. આ કંપનીઓ નકલી ડાયરેક્ટર, દૃસ્તાવેજ, સરનામા હેઠળ રજિસ્ટર્ડ થયેલી હતી. એટલું જ નહીં આ બનાવટી કંપનીઓના નામે બેંક એકાઉન્ટ અને પેમેન્ટ ગેટવે મર્ચેન્ટ એકાઉન્ટ પણ ખોલવામાં આવ્યા હતા. આરોપીઓ છેતરિંપડીથી મેળવેલા નાણાંને અનેક કંપનીઓમાં ટ્રાન્સફર કરીને ડાયવર્જન કરી દૃેતા હતા.
સીબીઆઈએ અનેક એકાઉન્ટનું એનાલિસીસ કર્યું હતું, જેમાં અનેક ખાતાઓમાં ૧૦૦૦ કરોડ રૂપિયાથી વધુ રકમની ટ્રાન્સફર થઈ હોવાનો ખુલાસો થયો છે. આમાંથી એક બેંક એકાઉન્ટમાં ઓછામાં ઓછા ૧૫૨ કરોડ રૂપિયાથી વધુની રકમ જમા થઈ હતી.

રિલેટેડ ન્યૂઝ