ઉનાના ઉમેજ ગામે નવ નિર્માણ મસ્જીદે જામ ઉસ્માનીનું લોકાર્પણ પીર સૈયદ મુનિરબાપુના વરદ હસ્તે કરાયું

સમગ્ર ઉમેજ ગામે હરખની હેલી જેમ મહાનુભાવોનું સ્વાગત કરાયું : મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનડજામની અથાગ પરિશ્રમથી મસ્જિદનું નિર્માણ કરાતાં હર્ષની લાગણી ફેલાઇ

ઉનાના ઉમેજ ગામે હરખની હેલી વરસી હોય તેવા ઉત્સાહ સાથે હિન્દુ મુસ્લિમ અગ્રણીઓ ની ઉપસ્થિતિ વચ્ચે મુસ્લિમ સમાજના ધર્મગુરૂ પીર સૈયદ હાશ્મી મીયા ઉર્ફે પીરબાપુ રઝાકકી તેમજ શહેજાદાએ સૈયદી સરકાર પીર મુનીર એહમદ દાદા બાપુ ફાતમી અને વિશાળ સંખ્યામાં ઉપસ્થિત સાદાતે કિરામ ની હાજરી વચ્ચે નવી નિર્માણ થયેલ મસ્જિદે જામ ઉસમાની નું લોકાર્પણ દરૂદો સલામ સાથે કરાયું હતું.
આ તકે મસ્જિદ ના નિર્માણ મા મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનડજામ ના અથાગ પરિશ્રમ પ્રયત્ન અને આર્થિક સહયોગ ની સરાહનીય કરી તેમનું સન્માન કરી આ અલ્લાહ ના ઘર ની તામીર મા તેમનું મહત્વ નું યોગદાન આપવા બદલ તેમને બિરદાવ્યા હતા.
મસ્જિદે જામ ઉસમાની નું લોકાર્પણ શાનો સોકત સાથે સૌરાષ્ટ્ર ભરમાંથી ઉમટી પડેલા આગેવાનો ની ઉપસ્થિતિ વચ્ચે ધોડા અને રથ સાથે ઉમેજ ગામ ના પાટીયા પાસે થી વિશાલ મહારેલી સાથે નાતશરીફ અને સલાતો સલામ સાથે સરકાર સૈયદ દાદાબાપુ કાદરી ફાતમી-સા.કુંડલા ના શહેજાદા મુનીર એહમદ બાપુ તેમજ પીર સૈયદ હાશ્મી મીયા ઉર્ફે પીરબાપુ નું સામૈયું કરી ને મસ્જિદે જામ ઉસમાની ખાતે લાવ્યા હતાં જેમાં સેંકડો ની સંખ્યામાં ગ્રામજનો અને તાલુકા ભરમાંથી મુસ્લિમ ભાઈઓ ઉપસ્થિત રહ્યા હતા.
કાદરી ફાતમી સા.કુંડલા પીરે તરીકત સૈયદ મુનીર એહમદ બાપુ રઝઝાકી (હાશ્મીમીયા) સૈયદ પીરબાપુ કાદરીતમામ સાદાતે કીરામ-વ-ઓલમાએ કિરામ એ મસ્જિદ ની તામીર કરનાર તમામ સખી દાતા ઓનું અને તેમા તન મન ધન સાથે સહયોગ કરનાર માટે દુવા કરી હતી.
આ કાર્યક્રમમાં મુસ્લિમ સમાજના આગેવાન મુન્નાભાઈ ઉનડજામ નું મોમેનટો આપી સન્માન કરાયું હતું તેમની ગૌરવ સમાન કામગીરી ને બિરદાવી હતી અને ઈસ્લામ ધર્મ મા મસ્જિદ બનાવનાર તેમાં સહયોગ આપનાર ને મળતો સવાબ અંગે વિસ્તૃત જાણકારી આપી હતી આ તકે ઉના તાલુકા મુસ્લીમ સમાજ ના આગેવાન મુન્નાભાઈ ઉનડજામ સંધી મુસ્લીમ સમાજ-ઉમેજના પ્રમુખ ઈમ્તિયાઝ ભાઈ ઉનડજામ માણાવદર મુસ્લિમ સંધી સમાજ આગેવાન હુસેનભાઈ દલ , તાલુકા પંચાયત ના સભ્યો ભાવુભાઈ ચાવડા ઉના તાલુકા ભાજપ મહામંત્રી હસમુખભાઈ ગોહીલ ઉમેજ ગામ ના સરપંચ હામભાઈ વાળા ,મનસુખભાઈ ગોહીલ જિલ્લા પંચાયતના સભ્યો વીરાભાઈ ઝાલા સનખડા ઉના શહેર ભાજપ પૂર્વ પ્રમુખ ચંદુભાઈ કોટેચા તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ કોળી સમાજના અગ્રણી રામભાઈ વાળા , રાજુલા મુસ્લિમ સમાજના પ્રમુખ આરીફભાઈ જોખીયા , પત્રકાર ઈરફાન ગોરી તેમજ ઉના તાલુકાના તેમજ શહેર અને આજુબાજુના તાલુકાના મોટી સંખ્યામાં આગેવાનો યુવાનો અને સમગ્ર ઉમેજ ગામના આગેવાનો ગ્રામજનો હાજર રહ્યા હતા.
સમગ્ર ગુજરાત ના મુસ્લિમ સમાજ ને ગૌરવ અપાવનાર ઉના તાલુકા ના ઉમેજ ગામના અગ્રણી મુન્નાભાઈ ઉનડ જામ ની અથાગ મહેનત રંગ લાવી હોય તેમ ઉમેજ ગામે નવ નિર્મિત મસ્જિદ-એ -જામ ઉસ્માની નું શાનો સોક્ત થી ઉદ્ઘાટન થતાં તેના તાજ ના સાક્ષી સવાબ ના હકદાર અમરેલી.ગીર સોમનાથ અને ભાવનગર જિલ્લા ના મુસ્લિમ અગ્રણીઓ ની વિશેષ ઉપસ્થતિમાં સરકાર મુનીરબાપુના મુબારક હસ્તે લોકાર્પણ થતા સમગ્ર પંથક ના મુસ્લિમ સમાજ મા ખુશી નો માહોલ ફેલાયો હતો.

રિલેટેડ ન્યૂઝ