VB-G RAMG એક્ટ સામે વિપક્ષના આંદોલન પહેલાં જ ભારતીય જનતા પાર્ટીએ પોતાની રણનીતિ અમલમાં મૂકી દીધી છે. પાર્ટીએ આ માટે એક વિગતવાર યોજના તૈયાર કરી છે.
સંસદના ગયા શિયાળુ સત્ર દરમિયાન, ટઇ-ૠ છઅખ ૠ પર ભારે હોબાળો થયો હતો. વિપક્ષે વોકઆઉટ પણ કર્યું હતું. તે સમયે, આ બિલ પર ઘણું રાજકારણ રમાયું હતું. જો કે હોબાળા વચ્ચે પણ સંસદમાં બિલ પસાર થઈ ગયું હતું. હવે આ કાયદાને લઈને નવી રાજનીતિ શરૂ થઈ ગઈ છે. કોંગ્રેસે આ માટે આંદોલનની જાહેરાત કરી છે. દરમિયાન, ઇઉંઙએ આંદોલન થાય એ પહેલા જ તેની રણનીતિ અમલમાં મૂકી દીધી છે.
કોંગ્રેસ અને વિપક્ષી દળો આ કાયદાને મનરેગા ખતમ કરનાર અને ગરીબ-ખેડૂત વિરોધી ગણાવીને એક વિશાળ જન આંદોલન કરવાનો પ્રયાસ કરશે. આ કારણે, ભાજપે રાષ્ટ્રવ્યાપી સંગઠિત આઉટરીચ અને જનજાગૃતિ અભિયાન શરૂ કરવાનો નિર્ણય લીધો છે.
ભાજપ VB-G RAMG બિલ 2025, જેને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદ દ્વારા પસાર કરવામાં આવ્યું છે, તેને ગ્રામીણ ભારતમાં એક મુખ્ય માળખાકીય સુધારા તરીકે રજૂ કરી રહ્યું છે. પાર્ટીનો દાવો છે કે આ કાયદો મનરેગાનું સ્થાન લેશે અને ગ્રામીણ રોજગાર મોડેલને ફરીથી આકાર આપશે, જેમાં રોજગાર દિવસોની સંખ્યા 100 થી વધારીને 125 કરવા, આજીવિકા સર્જન અને ટકાઉ સંપત્તિ નિર્માણ પર ખાસ ભાર મૂકવામાં આવશે. ભાજપની વ્યૂહરચના આ કાયદાને 2047 માં વિકસિત ભારતના તેના વિઝન સાથે સુસંગત રીતે રજૂ કરવાની છે.
પાર્ટી નેતૃત્વનું માનવુ છે કે વિરોધ પક્ષ આંદોલન શરૂ કરે તે પહેલાં જ તેને પાયાના સ્તરે ખતમ કરવુ જરૂરી છે. આ વિઝનને ધ્યાનમાં રાખીને, VB-G RAMG એક્ટ અંગે એક વ્યાપક રાષ્ટ્રીય જાગૃતિ અભિયાનની યોજના બનાવવામાં આવી છે. આ અભિયાન ફક્ત ભાષણો સુધી મર્યાદિત નહી રહે, પરંતુ હકીકત આધારિત સંવાદ દ્વારા ખેડૂતો અને કામદારો સુધી સીધા પહોંચવા પર ધ્યાન કેન્દ્રિત કરશે. રાજ્ય અને જિલ્લા સ્તરે ખાસ સમિતિઓની રચના થઈ છે.જેમાં 5-6 જાન્યુઆરીએ તમામ રાજ્ય ભાજપ મુખ્યાલયોમાં પ્રેસ કોન્ફરન્સ 7- જાન્યુઆરી દરમિયાન જિલ્લા મુખ્યાલયોમાં પ્રેઝન્ટેશન સાથે પ્રેસ કોન્ફરન્સ થશે.
