વેરાવળમાં ચોરીના ગુન્હામાં મહિલા આરોપીની મુદામાલ સાથે ધરપકડ

લગ્ન પ્રસંગે ગયેલ પરિવારના ઘરમાંથી થઈ હતી ચોરી

વેરાવળમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતો પરિવાર લગ્નમાં ગયેલ તેમના ઘરમાંથી દાગીના આશરે 54.9 ગ્રામ રૂા.6,76,000 ની ચોરી થયેલ જે ગુનામાં મહિલા આરોપીને ગણતરીની કલાકોમાં ચોરીમાં ગયેલ અસલ મુદામાલ સાથે પકડી ગુનાનો ભેદ ઉકેલેલ છે. જુનાગઢ રેન્જ આઇ.જી.પી. નિલેશ જાજડીયા, જિલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા, નાયબ પોલીસ અધિક્ષક વી.આર.ખેંગાર દ્વારા ઘરફોડ ચોરીના બનાવમાં ગુન્હામાં સંડોવાયેલ શખ્સોની ધરપકડ કરી મુદ્દામાલ રિકવર કરવા સુચના આપતા સીટી પોલીસ ઇન્સ્પેક્ટર જે.એન.ગઢવી તથા સર્વેલન્સ સ્કોડના પો.સબ.ઇન્સ. આર.આર.રાયજાદા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ. નરવણ સિંહ ગોહિલ, અજીતસિંહ પરમાર, ગોવિંદભાઇ વંશ, પો.હેડ.કોન્સ. નટુભા બસીયા, ચિંતનસિંહ ખેર, કમલેશભાઇ પીઠીયા, મયુરભાઇ સોલંકી, કરણસિંહ ભલગરીયા, મયુરસિંહ ગોહિલ, વિક્રમસિંહ ચાવડા, મહિલા હેડ.કોન્સ. ગીતાબેન જેસીંગભાઇ સહિતના સ્ટાફે વેરાવળ શહેરમાં કૌશર કોલોની વિસ્તારમાં રહેતા અબ્દુલ્લા મુસ્તાકભાઇ ખાસાબ ગત તા.01 ના રાત્રીના સમયે તેમના પરિવાર સાથે લગ્ન મા ગયેલ ત્યારે તેમના ઘરમાં કોઈ અજાણ્યા શખ્સોએ રસોડાની બારી માં રાખેલ ઘરની ચાવી લઇ દરવાજાનું તાળુ ખોલી સોનાના અલગ અલગ દાગીમા બંગડી 2, નવાબી ડીઝાઇનવાળો ચેઇન, કાનની બુટ્ટી 4, લોકેટ 1, કયડો-01, વિટી 1 મળી કુલ વજન આશરે 54.9 ગ્રામ જેની રૂા.6.76,000 ના મુદ્દામાલની ચોરી કરી લઇ ગયેલ હોવાની ફરિયાદ પોલીસમાં નોંધાયેલ જે બાબતે સર્વેલન્સ સ્કોડ સ્ટાફે હ્યુમન સોર્સિસ તથા ટેકનીકલ રિસોર્સ ની બાતમી આધારે મહિલા આરોપી સફિનાબેન ઇમ્તિયાજભાઈ ઉર્ફે શબ્બીર મહમદ ચૌહાણ ઉ.વ.30 રહે.કૌશર કોલોની, સીદીકી મસ્જીદની બાજુમાં વાળી મહિલાને (1) સોનાની બંગડી છોલ ડીઝાઇન વાળી 2 જે બન્નેનું વજન આશરે 28.5 ગ્રામ રૂા.3,52,000, (2) નવાબી ડીઝાઇન વાળો સોનાનો ચેઇન વજન આશરે 10.7 ગ્રામ રૂા.1,31.000, (3) યુ આકારની ડીઝાઈન વાળી કાનની બુટ્ટી 2 બન્નેનું વજન આશરે 5.6 ગ્રામ રૂા.69000, (4) ગળામા પહેરવાનો ફેન્સી ડીઝાઇન વાળો સોનાનો લોકેટ વજન આશરે 3.1 ગ્રામ રૂા.38,000, (5) હાથની આંગળીમાં પહેરવાનો સોનાનો કયડો વજન આશરે 1.5 ગ્રામ રૂા.18,000, (6) ડાયમંડ વાળી સોનાની વિટી વજન આશરે 2.8 ગ્રામ રૂા.35,000, (7) કાનમા પહેરવાની સોનાની ફેંસી ડાયમંડ વાળી બુટ્ટી 2 બન્નેનું વજન આશરે 2.7 ગ્રામ રૂા.33,000 મળી અલગ અલગ દાગીના આશરે વજન 54.9 ગ્રામ કુલ રૂા.6,76,000 ના મુદામાલ સાથે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ