ભારતીય હજયાત્રીઓ માટે પહેલીવાર સ્માર્ટ બેન્ડ ફરજિયાત

આ વર્ષે સાઉદી અરબ જનાર બધા ભારતીય હજયાત્રીઓને એક સ્માર્ટ બેન્ડ આપવામાં આવશે, જે ફરજિયાત પહેરવો પડશે. તેના માટે દરેક હજયાત્રીએ 5 થી 6 હજાર રૂપિયા ચૂકવવા પડશે. સ્માર્ટ બેન્ડમાં કોલીંગ સુવિધા, એસઓએસ ઇમર્જન્સી બટન, ટીપલ ટાઇમ લોકેશન ટ્રેકીંગ, કિબલા કંપાસ, નમાજના સમયનું એલર્ટ, સ્વાસ્થ્ય મોનિટરીંગ (જેમ કે હૃદયની ગતિ ઓકિસજન સ્તર અને પેડોમીટર) જેવી અનેક સુવિધાઓ હશે, સ્માર્ટ બેન્ડ મુખ્યત્વેએ વડીલો અને એ યાત્રીઓ માટે તૈયાર ડિઝાઇન કરવામાં આવ્યા છે, જે સ્માર્ટ ફોન એપનો ઉપયોગ કરવામાં અસુવિધા અનુભવે છે.

રિલેટેડ ન્યૂઝ