ભારત-નેપાળ બોર્ડર સીલ નેપાળમાં ધાર્મિક સ્થળ પર તોડફોડ બાદ હિંસા :કર્ફ્યુ

નેપાળના પર્સા અને ધનુષા જિલ્લામાં ઉગ્ર િંહસક દૃેખાવો શાંત કરવા પોલીસે આંસુ ગેસનો પ્રયોગ કર્યો હતો

નેપાળમાં ભારતીય સરહદૃ પાસે ધાર્મિક વિવાદૃ મામલે ભારેલા અગ્નિ જેવી સ્થિતિનું નિર્માણ થયું છે.
બીરગંજ શહેરમાં એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને પવિત્ર ગ્રંથ સળગાવવાની ઘટના બાદૃ ઉગ્ર વિરોધ પ્રદૃર્શન શરૂ થયા છે. વીડિયો જોતજોતાંમાં વાઈરલ થઈ જતાં િંહસા અને તણાવ વધ્યો છે.
પરિસ્થિતિને કાબૂમાં રાખવા નેપાળ સરકારે બીરગંજમાં સંપૂર્ણ કરયુના આદૃેશ આપ્યા છે. હાઈઍલર્ટના કારણે ભારત-નેપાળ સરહદૃ પણ સંપૂર્ણપણે સીલ કરી દૃેવામાં આવી છે. મૈત્ર પૂલ સહિત સરહદૃના તમામ વિસ્તારોમાં અવર-જવર બંધ કરવામાં આવી છે. બીરગંજમાં માત્ર આવશ્યક સેવાઓને જ અનુમતિ આપવામાં આવી છે. સીમા સુરક્ષા દૃળની ટુકડીઓ સરહદૃ પર તૈનાત કરી દૃેવામાં આવી છે. ભારત-નેપાળ સરહદૃ પર ડોગ સ્ક્વોડની ટીમો પણ તૈનાત કરવામાં આવી છે.
નેપાળના પર્સા અને ધનુષા જિલ્લામાં ઉગ્ર િંહસક દૃેખાવો શાંત કરવા પોલીસે આંસુ ગેસનો પ્રયોગ કર્યો હતો. કેટલાક પોલીસ જવાનો પણ ઈજાગ્રસ્ત થયા હોવાના પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહૃાા છે.
નેપાળના ધનુષા જિલ્લાની કમલા નગરપાલિકા વિસ્તારમાં પણ પરિસ્થિતિ અત્યંત તણાવપૂર્ણ છે. ધાર્મિક સ્થળ પર તોડફોડની સૂચના મળતા જ અહીં પણ ઉગ્ર વિરોધ થયો હતો. તંત્રએ દૃોષિતો વિરુદ્ધ કડક કાર્યવાહી તથા શાંતિ જાળવવા અપીલ કરી છે.
બીરગંજ તથા તેના આસપાસના વિસ્તારોમાં કામ કરતાં ભારતીય કામદૃારો સ્વદૃેશ પરત ફરવા લાગ્યા છે. તેમનું કહેવું છે કે અહીં તમામ દૃુકાનો અને બજાર બંધ હોવાથી રોકાવવાનો કોઈ ફાયદૃો નથી. પરિસ્થિતિ સામાન્ય થાય ત્યારે પરત ફરીશું.
નોંધનીય છે કે થોડા દિૃવસ અગાઉ એક ધાર્મિક સ્થળ પર તોડફોડ અને ધાર્મિક ગ્રંથ સળગાવવાનો આરોપ લગવાયો હતો. જે બાદૃ આસપાસના વિસ્તારોમાં પણ તણાવ વધ્યો. એક જૂથના વિરોધ વચ્ચે અન્ય જૂથ તરફથી પણ ધાર્મિક ટિપ્પણીઓનો આરોપ લગાવાયો. જેના કારણે પરિસ્થિતિ વધુ બગડી. હાલ કરયુ લગાવી તંત્ર પરિસ્થિતિ કાબૂ લેવા પ્રયાસ કરી રહૃાું છે.

રિલેટેડ ન્યૂઝ