અમરેલી એલ.સી.બી. પોલીસે ઉનામા થયેલ લુંટના આરોપીઓને પકડી પાડ્યા

ઉનામાં રૂ.1,37,000ની લુંટ કરનાર બન્ને આરોપીઓને રોકડ રૂ.1,37,000 તથા વાહન મળીકુલ કિં.રૂ.2,87,000ના મુદ્દામાલ સાથે ગણતરીની કલાકોમાં એલ.સી.બી. ટીમે દબોચી લીધા

ભાવનગર રેન્જ આઇ.જી.પી. ગૌતમ પરમાર સાહેબે બહારના જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુનાઓ કરી ફરાર થઇ ભાવનગર રેન્જના જિલ્લાઓમાં રહેતા હોય અને રેન્જના જિલ્લાઓમાં પ્રવેશ કરતા ગુન્હેગારો ઉપર વોચ રાખી પકડી પાડવા સુચના આપેલ હોય અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત સાહેબ અમરેલી જિલ્લાની આજુબાજુના જિલ્લાઓમાં ગંભીર પ્રકારના ગુનાઓ આચરી ફરાર થઇ અમરેલી જિલ્લામાં પ્રવેશ કરતા ઇસમો ઉપર વોચ રાખી આવા ગુન્હેગારોને પકડી પાડવા તેમજ તેમના વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી એલ.સી.બી. ટીમને માર્ગદર્શન આપેલ હોય જે અનુસંધાને અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ. એ.ડી.ચાવડા ની રાહબરી હેઠળ એલ.બી.ટીમ અમરેલી જિલ્લાના મુખ્ય હાઇવે માર્ગો ઉપર પેટ્રોલીંગમાં હોય તે દરમિયાન ગઇ તા.13/01/2026 નાં રોજ રાજુલા, હીંડોરડા ચોકડી, હાઇવે રોડ ઉપર પેટ્રોલીંગ દરમિયાન બાતમી હકિકત આધારે બે ઇસમોને બુલેટ મોટર સાયકલ સાથે શંકાસ્પદ રોકડ રકમ સાથે પકડી પાડી, મજકુર બન્ને ઇસમોની સઘન પુછ પરછ દરમિયાન આજ રોજ તા.13/01/2026 નાં રોજ ઉના ગામે એક માણસ પાસેથી રોકડ રૂ.1,37,000/- ની લુંટ કરી ફરાર થઇ ગયેલ હોવાની કબુલાત આપતા, લુંટમાં ગયેલ 100 % રકમ કબ્જે કરી, મજકુર બન્ને ઇસમો વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરી, પકડાયેલ આરોપીઓ તથા કબ્જે કરેલ રોકડ રકમ તથા વાહન સહિતનો મુદ્દામાલ ઉના પોલીસ સ્ટેશન સોંપી આપવા તજવીજ કરવામાં આવેલ. આ ગુન્હા ના પકડાયેલ પકડાયેલ આરોપી (1) કૃણાલ ઉર્ફે સુજલ રવીભાઇ બાંભણીયા, ઉ.વ.20, રહે.ઉના, ખોડીયારનગર જ્ઞાતિના ચોરા પાસે, તા.ઉના, જિ.ગીર સોમનાથ. (2) સીધ્ધાર્થ રાજુભાઇ બાંભણીયા, ઉ.વ.25, રહે.ઉના, મોટા કોળીવાડા, જૈન દેરાસર મંદિર પાસે, તા.ઉના, જિ.ગીર સોમનાથ. આ બંને આરોપીઓ પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ (1) રોકડા રૂ.1,37,000/- (2) એક રોયલ એનફિલ્ડ (બુલેટ) મોટર સાયકલ રજી નં. ૠઉં-32-અઇં-3681 કિં.રૂ.1,50,000/- મળી કુલ કિં.રૂ.2,87,000/- નો મુદ્દામાલ. પકડાયેલ આરોપીએ ગુનાઓની આપેલ કબુલાતની વિગત મુજબ પકડાયેલ બન્ને ઇસમોની સઘન પુછપરછ કરતા પોતે નીચે મુજબના ગુનાની કબુલાત આપેલ છે (1) તા.13/01/2026 નાં આશરે ચારેક વાગ્યાના અરસામાં પકડાયેલ બન્ને ઇસમો પોતાના રોયલ એનફિલ્ડ (બુલેટ) મોટર સાયકલ લઇને ઉના, ફાટક પાસે, સાંઇબાબાના મંદિર પાસેથી એક માણસને ઉભો રખાવી જાનથી મારી નાખવાની ધમકી આપી, છરી બતાવી, તેના પેન્ટના ખીસ્સામાંથી રોકડ રૂ.1,37,000/- ની લુંટ કરી ફરાર થઇ ગયેલ હોવાની હકિકત જણાવેલ હોય, જે અંગે ખરાઇ કરતા ઉના પો.સ્ટેશન મા બી.એન.એલ. કલમ 309 તથા જી.પી.એકટ કલમ 135 મુજબ ગુનો રજી. થયેલ છે. પકડાયેલ આરોપીનો ગુનાહિત ઇતિહાસ પકડાયેલ આરોપી કૃણાલ ઉર્ફે સુજલ રવીભાઇ બાંભણીયા વિરૂધ્ધ સાત જેટલા ગુનાઓ રજી. થયેલ છે. પકડાયેલ આરોપી સીધ્ધાર્થ રાજુભાઇ બાંભણીયા વિરૂધ્ધ બે ગુનાઓ રજી. થયેલ છે આ કામગીરી અમરેલી પોલીસ અધિક્ષક સંજય ખરાત નાઓની સુચના અને માર્ગદર્શન હેઠળ અમરેલી એલ.સી.બી. પોલીસ ઇન્સ.એ.ડી.ચાવડા તથા તથા પો.સ.ઇ.કે.ડી.હડીયા તથા પો.સ.ઇ.એમ.ડી.ગોહિલ તથા પો.સ.ઇ.જે.ડી.વાઘેલા તથા હેડ કોન્સ. જનકભાઇ હિમાસીયા, જયેન્દ્રભાઇ બસીયા, ગોકુળભાઇ કળોતરા, મહેશભાઇ રાઠોડ તથા પો.કોન્સ. યુવરાજસિંહ વાળા, પરેશભાઇ દાફડા, રવિરાજભાઇ વરૂ, મહેશભાઇ બારૈયા દ્વારા કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ