વેરાવળમાંથી પ્રતિબંધીત ફોઈલ પેપર સાથે શખ્સ ઝડપાયો

વેરાવળ માંથી પ્રતિબંધીત વિદેશી ઇ-સીગારેટ તથા હુકા એસેસરીજ ના ફોઇલ પેપર ના જથ્થા સાથે એક શખ્સ ને ગીર સોમનાથ પોલીસે ઝડપી લઇ ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે. ગીર સોમનાથ જીલ્લામાં કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતી જળવાઇ રહે તે હેતુથી પોલીસ મહાનિરીક્ષક નિલેષ જાજડીયા, જીલ્લા પોલીસ અધિક્ષક જયદિપસિંહ જાડેજા દ્વારા જીલ્લામાં પ્રતિબંધીત વિદેશી સીગારેટ ના કેસો શોધી કાઢવા સૂચના આપતા એસ.ઓ.જી. ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર ડી.એમ.કાગડા, પો.સબ.ઈન્સ. આર.એચ. સુવા ની રાહબરી હેઠળ એ.એસ.આઇ દેવદાનભાઈ માણંદભાઈ, પો.હેડ.કોન્સ. અનિરૂધ્ધસિંહ જયવંતસિંહ, પો.કોન્સ. નદીમભાઇ શેરમહમદભાઈ સહિત ના ને મળેલ બાતમીના આધારે સૈફ આરિફભાઈ પોપાટપોત્રા ઉ.વ.રહ ધંધો.વેપાર રહે.વેરાવળ સોમનાથ ટોકિઝ લક્કી કોલોની વાળાના બહાર કોટ ચાર ચોક દર્શન એપાર્ટમેન્ટ પહેલા રૂમ નં.02 માંથી અલગ-અલગ કંપનીની તથા અલગ-અલગ ફલેવર ની ઇ-સિગારેટ નંગ-80 તથા હુકા એસેસરીજ ફોઇલ પેપરના પેકેટ નંગ-170 તથા મોબાઇલ નંગ-01 મળી કુલ રૂ.29,5000 ના મુદ્દામાલ સાથે મળી આવતા ઝઇંઊ ઙછઘઇંઈંઇઈંઝઈંઘગ ઘઋ ઊકઊઈઝછઘગઈંઈ ઈઈંૠઅછઊઝઝઊજ અઈઝ-2019 મુજબ ગુનો નોંધી ધોરણસર કાર્યવાહી કરવામાં આવેલ છે.

રિલેટેડ ન્યૂઝ